AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈંગ્લેન્ડના PM ઋષિ સુનકે સોલીડ બોલીંગ કરી ઉડાવ્યા સ્ટંપ, 130 દિવસ પછી વર્લ્ડ કપ જીતવાની ઉજવણી કરી, જુઓ Video

ઇંગ્લેન્ડની ટીમ ગયા વર્ષે વર્લ્ડ ચેમ્પિયન બની હતી, પરંતુ અહીંના વડાપ્રધાને ઘણા મહિનાઓ પછી આ જીતની ઉજવણી કરી છે. આ દરમિયાન તેણે વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડીઓ સાથે ક્રિકેટ મેચ પણ રમી હતી.

ઈંગ્લેન્ડના PM ઋષિ સુનકે સોલીડ બોલીંગ કરી ઉડાવ્યા સ્ટંપ, 130 દિવસ પછી વર્લ્ડ કપ જીતવાની ઉજવણી કરી, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 6:59 PM
Share

T20 વર્લ્ડ કપ 2022 જીતનાર ઈંગ્લેન્ડની ટીમે દેશના વડાપ્રધાન ઋષિ સુનક સાથે વર્લ્ડ ચેમ્પિયન બનવાની ઉજવણી કરી હતી. ઇંગ્લેન્ડે 2022 T20 વર્લ્ડ કપ જીત્યાના લગભગ 130 દિવસ પછી તેની ઉજવણી કરવામાં આવી છે. ઋષિ સુનક વડાપ્રધાન બન્યા બાદ અન્ય કામોમાં વ્યસ્ત હતા. આ કારણે તેને ક્રિકેટ ટીમ સાથે જીતની ઉજવણી કરવાનો સમય ન મળ્યો, પરંતુ હવે જ્યારે તેને સમય મળ્યો તો તેણે વિશ્વ કપ જીતનાર આખી ટીમ સાથે ઉજવણી કરી.

ઋષિ સુનકે તમામ ખેલાડીઓ સાથે ક્રિકેટ રમ્યા

View this post on Instagram

A post shared by TV9 Gujarati (@tv9gujarati)

ઓસ્ટ્રેલિયામાં આયોજિત 2022 T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડને ખિતાબ જીતાવનાર ટીમના તમામ સભ્યો આ તકે દેશના વડાપ્રધાનને મળ્યા હતા. આ દરમિયાન ઋષિ સુનકે તમામ ખેલાડીઓ સાથે ક્રિકેટ રમ્યા હતા. સુનકનો ક્રિકેટ રમતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સુનક સહિત ઈંગ્લેન્ડની ટીમના તમામ ખેલાડીઓ ફોર્મલ ડ્રેસમાં ક્રિકેટ રમી રહ્યા છે.

પાકિસ્તાનને હરાવીને ઈંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું હતું

2022 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડનો મુકાબલો પાકિસ્તાન સામે થયો હતો. બોલરોએ મેચમાં પ્રભુત્વ જમાવ્યું હતું, પરંતુ અંતે ઇંગ્લેન્ડની જીત થઈ હતી. ઈંગ્લેન્ડને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં સેમ કરનનું યોગદાન સૌથી વધુ હતું. કરને સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર બોલિંગ કરી હતી. ખાસ કરીને છેલ્લી ઓવરમાં તેણે જોરદાર રીતે વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડ વિશ્વની પ્રથમ ટીમ છે જેણે એક સાથે ODI વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપ જીત્યો છે. તેણે 2019માં T20 ODI વર્લ્ડ કપ પણ જીત્યો હતો.

બટલરની ટીમ બાંગ્લાદેશ સામે હારી ગઈ હતી

વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડને તાજેતરમાં બાંગ્લાદેશ સામેની T20I સિરીઝમાં 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે જોશ બટલરની ટીમ આકરી ટીકાનો સામનો કરી રહી છે. જોકે, બટલરે આશા વ્યક્ત કરી છે કે તેની ટીમ જબરદસ્ત વાપસી કરશે. ઈંગ્લેન્ડની ટીમ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે, પરંતુ મર્યાદિત ઓવરોમાં આ ટીમનું પ્રદર્શન ટેસ્ટની જેમ સારું નથી.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">