AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Project K: પહેલીવાર શહેનશાહ અને બાહુબલીએ એક સાથે શરૂ કર્યુ શૂટિંગ, બંન્ને સ્ટારે પહેલા દિવસના શૂટિંગની ટ્વીટ કરી વ્યક્ત કરી ખુશી

અમિતાભ બચ્ચન, પ્રભાસ અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'પ્રોજેક્ટ કે'નું શૂટિંગ ગયા વર્ષથી શરૂ થઈ ગયું છે. ત્યારે તાજેતરમાં બિગ બી અને પ્રભાસે સાથે શૂટિંગ કર્યું છે.

Project K: પહેલીવાર શહેનશાહ અને બાહુબલીએ એક સાથે શરૂ કર્યુ શૂટિંગ, બંન્ને સ્ટારે પહેલા દિવસના શૂટિંગની ટ્વીટ કરી વ્યક્ત કરી ખુશી
Amitabh Bachchan And Prabhas (Image Credit Source: Instagram)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 8:46 AM
Share

મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને સુપરસ્ટાર પ્રભાસે (Prabhas)પહેલીવાર વૈજયંતી મૂવીઝની આગામી ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ માટે સાથે શૂટિંગ શરૂ કર્યું. આ ફિલ્મ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત કરવામાં આવી રહી છે, જેઓ તેમની તમિલ ફિલ્મ ‘મહનતી’ માટે પ્રસિદ્ધિ મળી હતી. હૈદરાબાદની રામોજી ફિલ્મ સિટીની પ્રોડક્શન ટીમે આખી નવી દુનિયા જ બનાવી છે. ફિલ્મના હાઈ લેવલના નિર્માણને જોઈને અનુમાન લગાવી શકાય છે કે દર્શકોને એક શાનદાર ફિલ્મ જોવા મળશે.

જ્યારથી બિગ બી, પ્રભાસ, દીપિકા પાદુકોણ(Deepika Padukone) ‘પ્રોજેક્ટ કે’માં જોડાયા હોવાની વાત સામે આવી છે, ત્યારથી ચાહકોમાં ઉત્સાહનું મોજુ ફરી વળ્યું છે. જ્યારથી બોલિવૂડના શહેનશાહ અને બાહુબલી સ્ટાર પ્રભાસે તેના સોશિયલ મીડિયા દ્વારા શૂટિંગના અપડેટ્સ આપ્યા છે, ત્યારથી ચારે બાજુ એક અલગ જ ઉત્સાહ ફેલાઈ ગયો છે. હાલમાં, ટીમ હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં બનેલા વિશાળ સેટ પર શૂટિંગ કરી રહી છે.

અમિતાભ બચ્ચને તેમના ટ્વિટર પર લખ્યું હતું કે “પ્રથમ દિવસે, પ્રથમ શૉટ, પ્રભાસ સાથે ‘બાહુબલી’ ડેબ્યૂ કર્યું અને પ્રભાસ અને તેની પ્રતિભા, તેની અપાર નમ્રતા અને ચારે બાજુ તેનું વ્યક્તિત્વ, લાઇવ શીખવા માટે આત્મસાત કરવું એ સન્માનની વાત છે!”

તેને એક સ્વપ્ન સાકાર કરવાની ક્ષણ ગણાવીને પ્રભાસે અમિતાભ બચ્ચન સાથે કામ કરવા અંગે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેણે અમિતાભ બચ્ચનની 1975ની પ્રખ્યાત ફિલ્મ દીવારની જૂની તસવીર પોસ્ટ કરી હતી. તેણે તસવીરને કેપ્શન આપતા લખ્યું કે, “મારા માટે આ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. મહાન @amitabhbachchan સર સાથે આજે #Project K નો પહેલો શોટ પૂર્ણ કર્યો!”

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

નિર્માતાઓ પણ દીપિકાને લઈને ઉત્સાહિત છે

આ પ્રોજેક્ટમાં દીપિકા પાદુકોણ પણ છે. આ ફિલ્મ દ્વારા ત્રણેય મોટા સ્ટાર્સ સાથે કામ કરવા જઈ રહ્યા છે. જો કે દીપિકા અને બિગ બી પહેલા પણ સાથે કામ કરી ચૂક્યા છે, જ્યારે દીપિકા આ ​​ફિલ્મ સાથે જોડાયેલી હતી ત્યારે નિર્માતાઓએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. દીપિકાનું સ્વાગત કરતાં નિર્માતાઓએ લખ્યું, સાઉથની દીકરી જે આખી દુનિયાનું દિલ જીતી રહી છે. દેશની રાણીનું સ્વાગત છે. ચાલો સાથે મળીને વિશ્વને જીતીએ.

જ્યારે દીપિકા હૈદરાબાદમાં શૂટિંગ કરીને પાછી આવી ત્યારે તેણે કહ્યું હતું કે તે જલ્દીથી અહીં પાછા આવવા માંગે છે. ફિલ્મની રિલીઝની વાત કરીએ તો તે વર્ષ 2023માં રિલીઝ થવાની આશા છે.

આ પણ વાંચો: જોજોબાની ખેતી કરી સારી કમાણી કરી શકે છે ખેડૂતો, ભારત સહિત દુનિયા ભરમાં હંમેશા રહે છે માગ

આ પણ વાંચો: Viral: ચાલતા-ચાલતા અચાનક પાણીમાં પડી ગયો સિંહ, લોકોએ કહ્યું નજર હટી દુર્ધટના ઘટી

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">