જોજોબાની ખેતી કરી સારી કમાણી કરી શકે છે ખેડૂતો, ભારત સહિત દુનિયા ભરમાં હંમેશા રહે છે માગ

જોજોબા એક વિદેશી તેલીબિયાં પાક છે. તેનું ઉત્પાદન એરિઝોના, મેક્સિકો અને દક્ષિણ કેલિફોર્નિયામાં લાંબા સમયથી થતું આવે છે. હવે ભારતમાં પણ તેની ખેતી થઈ રહી છે.

જોજોબાની ખેતી કરી સારી કમાણી કરી શકે છે ખેડૂતો, ભારત સહિત દુનિયા ભરમાં હંમેશા રહે છે માગ
jojoba cultivation (Image Credit Source: DD Kisan Video Grab)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 7:58 AM

જોજોબા (Jojoba)એ વિદેશી મૂળનો છોડ છે. તેને હોહોબા તરીકે પણ ઓળખવામાં આવે છે. જોજોબાની આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ માગ છે. તેની ખેતી હવે ભારતમાં પણ શરૂ થઈ ગઈ છે. રાજસ્થાનના ખેડૂતો (Farmers)જોજોબાના છોડનું વાવેતર કરી રહ્યા છે. આ એક રણ પ્રદેશનો છોડ છે. આ છોડને વધુ પાણીની જરૂર નથી. આપણા દેશમાં ઘણા વર્ષોથી તેલીબિયાંની ખેતી કરવામાં આવે છે. ભારતમાં સરસવ, રાઈ, મગફળી, તલ, સોયાબીન અને સૂર્યમુખીમાંથી તેલ કાઢવામાં આવે છે. તેવી જ રીતે જોજોબા પણ એક વિદેશી તેલીબિયાં પાક છે. તેનું ઉત્પાદન એરિઝોના, મેક્સિકો અને દક્ષિણ કેલિફોર્નિયામાં લાંબા સમયથી થતું આવે છે. હવે ભારતમાં પણ તેની ખેતી થઈ રહી છે.

જોજોબા એક એવો છોડ છે, જેના બીજમાંથી 45 થી 55 ટકા તેલ કાઢવામાં આવે છે. તેના બીજ અડધા કરતાં વધુ તેલથી ભરેલા હોય છે. જોજોબાનું પ્રથમ કર્મિશિયલ વાવેતર ઇઝરાયેલમાં 1977માં શરૂ થયું હતું અને હવે તે મોટા પાયે ઉત્પાદન થઈ રહ્યું છે. શરૂઆતમાં, લોકો વ્હેલ માછલીનો શિકાર કરીને તેલ કાઢતા હતા, જેના કારણે વ્હેલની પ્રજાતિ લુપ્ત થવાના આરે પહોંચી શકે તેમ હતી. આ કારણોસર તેના શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, પછી અન્ય વિકલ્પોની શોધ શરૂ થઈ અને આ શોધ જોજોબા પર સમાપ્ત થઈ. જોજોબાની ખેતીમાંથી તેલ પુષ્કળ પ્રમાણમાં મળવા લાગ્યું.

જોજોબાની નિકાસ કરતા ભારતીય ખેડૂતો

જોજોબાની ખેતી ભારતમાં રાજસ્થાનમાં થાય છે. અહીંના ખેડૂતો જોજોબાની નિકાસ કરીને સારી આવક પણ મેળવી રહ્યા છે. જોજોબાના ગુણધર્મોને કારણે વિદેશમાં તેની ખૂબ માગ છે. આગળ જતાં ભારતમાં તેની માગ ઝડપથી વધવાની શક્યતા છે. જોજોબા તેલની ઊંચી કિંમતને કારણે, કોસ્મેટિક કંપનીઓ હાલમાં તેનો ઉપયોગ તેમના ઉત્પાદનોમાં કરી રહી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

જોજોબા તેલ ગંધહીન અને ઉત્તમ ગુણવત્તાવાળું છે. જોજોબાના મહત્વને સમજીને, રાજસ્થાન સરકારે પણ તેનો ટેકો આપ્યો છે અને રાજસ્થાન જોજોબા પ્લાન્ટેશન રિસર્ચ પ્રોજેક્ટની સ્થાપના કરી છે. જોજોબાના બીજની પ્રક્રિયા કર્યા બાદ તેને દેશ-વિદેશમાં વેચવામાં આવે છે, જેના માટે પહેલા ખેતરમાંથી બીજ એકત્રિત કરવામાં આવે છે. પછી તેને છાયામાં સૂકવવામાં આવે છે. તેમના બીજને સૂકવવામાં સમય લાગે છે. જ્યારે ભેજ ત્રણ ટકા સુધી રહે છે, ત્યારે તેમની છાલ કાઢીને બોરીમાં ભરવામાં આવે છે.

જોજોબાની ખેતી સારી આવક આપી શકે છે

બીજને પ્રોસેસિંગ પ્લાન્ટમાં નાખીને પીસવામાં આવે છે. આ દરમિયાન તેલ બહાર આવવા લાગે છે. તેલને ચાળણી દ્વારા ફિલ્ટર કરવામાં આવે છે અને ફિલ્ટર કરેલ તેલને સ્ટેનલેસ સ્ટીલની ટાંકીમાં એકત્રિત કરવામાં આવે છે. આ પછી જરૂરિયાત મુજબ નાના-મોટા પેકિંગ કરીને બજારમાં મોકલવામાં આવે છે.

જોજોબાના ઉત્પાદનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વધારો થયો છે. એટલું જ નહીં, ભારત હવે અન્ય દેશોમાં પણ તેની નિકાસ કરી રહ્યું છે. એકંદરે, જોજોબાની ખેતી અદ્ભુત છે. તેને ઓછા પાણીમાં સરળતાથી ઉગાડી શકાય છે. વધતી માગને ધ્યાનમાં રાખીને, જોજોબાના ઘણા પ્રોસેસિંગ એકમો પણ સ્થાપવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં ખેડૂતોની ઉપજની માગમાં પણ વધારો થવાની સંભાવના છે. જો ખેડૂતો જોજોબાનું વ્યવસાયિક ઉત્પાદન કરે તો તેઓ ચોક્કસપણે સારી આવક મેળવી શકે છે.

આ પણ વાંચો: Viral: ચાલતા-ચાલતા અચાનક પાણીમાં પણી ગયો સિંહ, લોકોએ કહ્યું નજર હટી દુર્ધટના ઘટી

આ પણ વાંચો: UP Assembly election : ઈતિહાસમાં લખાશે 2022ની યુપી ચૂંટણી, ઘણા નેતાઓની રાજનીતિ ખતમ થવા તરફ

g clip-path="url(#clip0_868_265)">