Shocking Video: માત્ર 1 સેકન્ડથી મહિલાનો બચી ગયો જીવ, પોલીસકર્મી બન્યો જીવરક્ષક, જુઓ દિલઘડક VIDEO

આ ચોંકાવનારો વીડિયો IAS ઓફિસર અવનીશ શરણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે અને જવાનને તેની હિંમત માટે સલામ કરી છે. માત્ર 37 સેકન્ડનો આ ચોંકાવનારો વીડિયો (Shocking Video) અત્યાર સુધીમાં 5 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

Shocking Video: માત્ર 1 સેકન્ડથી મહિલાનો બચી ગયો જીવ, પોલીસકર્મી બન્યો જીવરક્ષક, જુઓ દિલઘડક VIDEO
police jawan saved woman life on railway platform
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 12:59 PM

સતર્કતા એ એકમાત્ર બચાવ છે, તમે આ સાંભળ્યું જ હશે અને ઘણી જગ્યાએ આવું લખેલું જોયું પણ હશે. જો કે આ વાત જાણવા છતાં લોકો આ બાબતે બહુ ધ્યાન આપતા નથી અને આવી સ્થિતિમાં ક્યાંક ને ક્યાંક અકસ્માતનો ભોગ બને છે. તેથી તમે ચાલતા હોવ કે કારમાં, હંમેશા સાવધાની રાખો. આ સિવાય ઘણા લોકોને એવી આદત પણ હોય છે કે રેલવે સ્ટેશન (Railway station) પર એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે લોકો સીડીનો ઉપયોગ કરતા નથી, પરંતુ પાટા પર ચાલવા લાગે છે. ક્યારેક આ આદત જીવલેણ પણ સાબિત થાય છે.

આજકાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં એક મહિલા અચાનક પાટા પર આવે છે અને તે જ સમયે એક સ્પીડમાં આવતી ટ્રેન ત્યાંથી પસાર થવા જઈ રહી છે. તે નસીબદાર છે કે એક પોલીસકર્મી તેના જીવના જોખમે મહિલાનો જીવ બચાવે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે પોલીસકર્મી મહિલાને હાથના ઈશારાથી ત્યાં રોકવા માટે કહે છે, પરંતુ મહિલા તેની વાત સાંભળતી નથી અને ટ્રેન આવવાની થોડીક સેકન્ડ પહેલાં જ સાચા ટ્રેક પર પહોંચી જાય છે. હવે મહિલાનો જીવ જોખમમાં છે તે જોઈને યુવકે પોતાના જીવની પણ પરવા નથી કરી અને મહિલાને બચાવવા માટે ટ્રેક તરફ ભાગ્યો. ટ્રેન આવવાના માત્ર 1-2 સેકન્ડ પહેલા તે મહિલાને પ્લેટફોર્મ પર પોતાની તરફ ખેંચે છે, જેનાથી તેનો જીવ બચી જાય છે. જવાનની આ તત્પરતા અને હિંમતની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. એક રીતે તેણે સ્ત્રીને બીજું જીવન આપ્યું છે.

વીડિઓ જુઓ….

આ ચોંકાવનારો વીડિયો (Shocking Video) IAS ઓફિસર અવનીશ શરણે (IAS Officer Avanish Sharan) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે અને જવાનને તેની હિંમત માટે સલામ કરી છે. માત્ર 37 સેકન્ડના આ ચોંકાવનારા વીડિયોને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 31 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કરીને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે. જવાનને તેની બહાદુરી પર દરેક લોકો સલામ કરી રહ્યા છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">