Hajj 2022: હજ પર જનારે કોરોના વેક્સિનના બંન્ને ડોઝ લેવા પડશે, જાણો શું રહેશે નિયમ

હજ 2022ની સત્તાવાર જાહેરાત નવેમ્બરના પહેલા અઠવાડીયામાં કરવામાં આવશે. આ સાથે જ હજ માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. ભારતની હજ 2022 ની તમામ પ્રક્રિયા 100 ટકા ઓનલાઈન/ડિજિટલ રહેશે.

Hajj 2022: હજ પર જનારે કોરોના વેક્સિનના બંન્ને ડોઝ લેવા પડશે, જાણો શું રહેશે નિયમ
Mukhtar Abbas Naqvi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 7:07 PM

કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી (Mukhtar Abbas Naqvi)એ શુક્રવારે કહ્યું કે, હજ પર જવા માટે ઈચ્છુક લોકોને કોવિડ-19 વેક્સિનના બંન્ને ડોઝ લેવા પડશે. તેમજ હજ-2022 ની સંપૂર્ણ પ્રક્રિયા ભારત તથા સાઉદી અરબ સરકાર તરફથી નક્કી કરાયેલા કોરોના સંબંધી માર્ગદર્શિકા અંતર્ગત રહેશે. મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ હજ સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ એમ પણ જણાવ્યું કે, હજ-2022ની સત્તાવાર જાહેરાત આગામી મહિનાના પહેલા અઠવાડિયામાં કરવામાં આવશે અને એ જ સમયે અરજીની પ્રક્રિયા પણ શરૂ થઈ જશે.

મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે, આ વખતે સાઉદી અરબ અને ભારત સરકારના સ્વાસ્થ્ય તેમજ કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખતા હજ 2022ની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. હજ 2022ની સત્તાવાર જાહેરાત નવેમ્બરના પહેલા અઠવાડીયામાં કરવામાં આવશે. આ સાથે જ હજ માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. ભારતની હજ 2022ની તમામ પ્રક્રિયા 100 ટકા ઓનલાઈન/ડિજિટલ રહેશે.

હજ 2022 માટે લાગૂ થશે કોરોના પ્રોટોકોલ

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી અનુસાર, ભારત અને સઉદી અરબમાં હજ 2022 માટે જનાર લોકો કોરોના પ્રોટોકોલ અને સ્વાસ્થ્ય તેમજ સાફ-સફાઈના સંબંધમાં વિશેષ તાલીમની વ્યવસ્થા કરવામાં આવી છે. હજ 2022 માં મહામારીની સ્થિતિને ધ્યાને રાખતા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ-માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. તેઓએ કહ્યું કે, હજ 2022 ની સંપૂર્ણ પ્રક્રિયા, સઉદી અરબની સરકાર અને ભારત સરકાર દ્વારા લાયકાત માપદંડ, વય માપદંડ, આરોગ્યની સ્થિતિ અને તમામ જરૂરી માર્ગદર્શિકા કોરોના આપત્તિને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી રહી છે.

હજ 2020/2021 ની અરજી હજ 2022 માં પણ માન્ય

મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, કોરોના મહામારી તેમજ તેની અસરોને ધ્યાનમાં રાખી હજ વ્યવસ્થાઓમાં મહત્વપૂર્ણ ફેરફાર અને સુધાર કરવામાં આવ્યા છે. જેમાં ભારત તેમજ સાઉદી અરબમાં આવાસ, સઉદી અરબમાં હજ યાત્રીઓનો રોકાણનો સમયગાળો, પરિવહન, સ્વાસ્થ્ય અને અનેક વ્યવસ્થાઓ સામેલ છે.

તેઓએ એ પણ જણાવ્યું કે, ‘મેહરમ’ (પુરૂષ સંબંધી) વગર લગભગ 3000 થી વધુ મહિલાઓએ હજ 2020-2021 માટે અરજીઓ કરી હતી. વગર ‘મેહરમ’ હજ યાત્રા અંતર્ગત જે મહિલાઓએ હજ 2020 અને 2021 માટે અરજી કરી હતી તે અરજી હજ 2022 માટે પણ માન્ય રહેશે. વગર ‘મેહરમ’ ના હજ પર જનાર તમામ મહિલાઓને વગર લોટરીના હજ પર જવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો: કચરામાંથી કંચન: કૃષિ કચરામાંથી બનશે કાગળ અને ખાતર, વૈજ્ઞાનિકોની મદદથી ખેડૂતો કચરામાંથી પણ કરશે કમાણી

આ પણ વાંચો: સતત બીજા દિવસે અભિનેત્રી અનન્યા પાંડે પૂછપરછ માટે NCB ઓફિસ પહોંચી, જુઓ Photos

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">