દાઢીવાળી મહિલાના વાયરલ થયા ફોટો, પોતાની દાઢી પર ગર્વ છે આ Bearded Lady
Bearded Lady: અમેરિકાની એક મહિલા સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. તેની એક ખાસ વાત છે જે સૌથી વધારે વિચિત્ર છે .
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે આકર્ષક દેખાય. લોકો તેને જુએ અને તેના માટે તેઓ જાત-જાતના ઉપાયો કરતા હોય છે પણ કેટલાક લોકો માટે તેમની સુંદરતાના માપદંડ જુદા હોય છે. કેટલાક લોકોને લગરવગર રહેવાની આદત હોય છે, ઘણાને મૂંછ રાખવાની આદત હોય છે, કોઈને છોકરી જેવા લાંબા વાળ રાખવાની આદત હોય છે અને કેટલીક મહિલાઓને પુરુષ જેવી મૂંછ અને દાઢી રાખવાની આદત હોય છે. હાલમાં ભારતની એક મહિલાના ફોટોઝ તેના મૂંછ રાખવાના શોખને કારણે વાયરલ થયા હતા. કંઈક આજ રીતનો શોખ અમેરિકાની એક મહિલાને છે. જેના ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Photos) થયા છે. આ મહિલાનું નામ છે ડકોટા કુકે (Dakota Cooke). આ મહિલા પહેલા તેના ચહેરા પર આવતી આ દાઢીને કારણે પરેશાન હતી, પણ હવે તેને તેની દાઢી પર ગર્વ છે.
અમેરિકાની આ 30 વર્ષની મહિલા ડકોટાને બાળપણથી જ દાઢી આવે છે અને નવાઈની વાત તો એ છે કે દુનિયામાં ઘણી મહિલાઓને આવી દાઢી આવે છે પણ આ મહિલાને એકદમ પુરુષ જેવી દાઢી આવે છે. એક સમયે તેણે આ સમસ્યામાંથી છુટકારો મેળવવો હતો પણ હવે તેને તેની દાઢી પ્રત્યે પ્રેમ છે.
ડકોટા કુકેને 13 વર્ષની ઉંમરથી આવે છે દાઢી
ડકોટા કુકને 13 વર્ષની નાની ઉંમરથી જ દાઢી આવવાની શરુઆત થઈ ગઈ હતી. શરુઆતના દિવસોમાં તેને આના કારણે ખુબ શરમ આવતી હતી. તેને એક પુરુષ જેવી જ કાળી અને ગાઢ દાઢી આવતી હતી. આ દાઢી દૂર કરવા માટે તેણે ઘણા ઉપાયો કર્યા હતા. તેણે આ દાઢીને બે વાર સેવ પણ કરી હતી પણ તે દૂર ના થઈ શકી. તેની દાઢીને કારણે લોકો તેની સાથે કઈક અલગ જ વ્યવહાર કરતા હતા. જેને કારણે તે ખુબ દુ:ખી રહેતી હતી.
તેના એક મિત્રની સલાહ માનીને તેણે દાઢીને દૂર કરવાના પ્રયત્નો છોડી દીધા. હવે તે ‘ડકોટા દાઢી વાળી મહિલા’ તરીકે ઓળખાવાનું વધારે પસંદ કરે છે. ડકોટાએ આ દાઢી હટાવવા માટે ડોકટર પાસે ટેસ્ટ પણ કરાવ્યા હતા. તેમાં કોઈ ખાસ કારણ બહાર ના આવ્યુ. ડોકટરો જણાવે છે કે તેના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ વધાવાને કારણે આ દાઢી આવી છે.