AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખુલ્લામાં ફરતા વાઘ..પિંજરામાં કેદ માણસો! Viral Video જોઈ સૌ કોઈ હેરાન

વાઘને બીજા નંબરનું સૌથી ખતરનાક પ્રાણી (Animal Video) કહી શકાય, પરંતુ શું તમે ક્યારેય વાઘને ખુલ્લામાં રખડતા અને માણસોને તેની સામે પાંજરામાં કેદ જોયા છે? આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જે ખૂબ જ આશ્ચર્યજનક છે.

ખુલ્લામાં ફરતા વાઘ..પિંજરામાં કેદ માણસો! Viral Video જોઈ સૌ કોઈ હેરાન
Tiger viral videoImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2022 | 8:53 AM
Share

જો કે વિશ્વભરમાં પ્રાણીઓની સેંકડો પ્રજાતિઓ છે, પરંતુ તેમાંથી માત્ર થોડા જ એવા પ્રાણીઓ છે, જે ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. જેમાં સિંહ, વાઘ, ચિત્તા, મગર વગેરેનો સમાવેશ થાય છે. સિંહોને જંગલનો રાજા કહેવામાં આવે છે, કારણ કે જંગલમાં તેમનાથી મોટું બીજું કોઈ શિકારી પ્રાણી નથી. વાઘ પણ તેમનાથી ડરતા હોય છે, જ્યારે તેઓ કદમાં લગભગ સમાન હોય છે. વાઘને બીજા નંબરનું સૌથી ખતરનાક પ્રાણી (Animal Video)કહી શકાય, પરંતુ શું તમે ક્યારેય વાઘને ખુલ્લામાં રખડતા અને માણસોને તેની સામે પાંજરામાં કેદ જોયા છે? આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જે ખૂબ જ આશ્ચર્યજનક છે.

વાસ્તવમાં, વાઘ એવા પ્રાણી છે, જેનાથી માણસોને દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે, નહીં તો તેમની ચુંગાલમાં ફસાઈ ગયા પછી માણસો માટે જીવ જોખમમાં મુકાય જાય છે. તમે વાઘને પાંજરામાં બંધ જોયા હશે. પ્રાણી સંગ્રહાલયમાં આવું જોવા મળે છે, પરંતુ તમે ભાગ્યે જ માણસોને પાંજરામાં બંધ જોયા હશે અને તે પણ ખુલ્લામાં રખડતા વાઘની સામે. હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં પણ આવો જ નજારો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો પાંજરામાં કેદ છે, જ્યારે વાઘ ખુલ્લામાં છે. મનુષ્યોને જોઈને તેઓ તેમની તરફ જુએ છે, પરંતુ અફસોસ, તેઓ તેમને સ્પર્શ પણ કરી શકતા નથી. ત્યારે એક વાઘ પાંજરા ઉપરથી લોકોને જોઈ રહ્યો છે, પરંતુ કંઈ કરી શકતો નથી.

આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી, પરંતુ આ નજારો ખૂબ જ ડરામણો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @TansuYegen નામની ID સાથે શેર કરવામાં આવ્યો છે અને એક ફની રીતે કેપ્શનમાં લખ્યું છે, ‘આ માનવ પ્રાણી સંગ્રહાલય છે, જ્યાં પ્રાણીઓ ખતરનાક માણસોને પાંજરામાં જોઈ શકે છે’. 14 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 8 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 28 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

g clip-path="url(#clip0_868_265)">