પેકેજ્ડ જ્યુસ પીનારા સાવધાન ! સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો, નીકળી માત્ર ચાસણી ! જુઓ-Video
આ વીડિયોને ઘણા લોકો શેર કરી રહ્યા છે તેમજ 77 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. આ વીડિયો પેકેજ્ડ જ્યુસ પીનારા લોકોની આંખો ખોલી નાખશે.

સોશિયલ મીડિયામાં રોજ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે @Fuglyfun નામના એક યુટ્યુબ ચેનલ પર પેકેટમાં મલતા જ્યુસ પર છે. સોશિયલ મીડિયા પર આ વાયરલ વિડિયો ભારે ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં એક અભિનેતા પેકેટમાં મળતા જ્યૂસને પીતો જોવા મળે છે. પરંતુ થોડી જ પળોમાં તે જ્યૂસને મોઢામાંથી બહાર કાઢી દે છે, જેને લઈને લોકોમાં શંકા ઊભી થઈ છે.
પેકેજ્ડ જ્યુસ રિયલ કે ફેક ?
વીડિયોમાં આગળ દાવો કરતા યુટ્યુબર તે ફ્રુટી લે છે અને તે જ્યુસની તપાસ કરે છે કે તેમાં ફ્રૂટ જ્યુસ કેટલુ છે અને સીરપ કેટલી. જેના માટે તે ગ્લાસમાં જ્યુસ કાઢી તેમા આલા નામનું દ્રાવણ ભેળવે છે અને પછી ચમચીથી હલાવે છે આ બાદ ફ્રુટ જ્યુસ નહીં પણ માત્ર ચાસણી જ દેખાય છે જે પણ એસેન્સથી બનાવેલી.
વીડિયો થયો વાયરલ
જોકે, આ વાયરલ દાવાની સત્તાવાર પુષ્ટિ હજી સુધી કોઈ સંબંધિત અધિકારીઓ અથવા ફૂડ સેફ્ટી એજન્સીઓ દ્વારા કરવામાં આવી નથી. પણ આ વીડિયો પર ઘણા લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયો ખાસ કરીને તે માતા-પિતાએ જોવો જોઈએ જે તેમના બાળકને ફ્રુટીને ફ્રુટ જ્યુસ સમજીને પીવડાવે છે. આ સિવાય માર્કેટમાં મળતા ઘણા પેકેજ્ડ ફ્રુટ જ્યુસમાં માત્ર એસેન્સ અને કેમિકલ જ હોય છે જે બાળક સહિત તમામ લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
પેકેટ જ્યુસ પીનારા સાવધાન !
આ વીડિયોને ઘણા લોકો શેર કરી રહ્યા છે તેમજ 77 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. આ વીડિયો પેકેજ્ડ જ્યુસ પીનારા લોકોની આંખો ખોલી નાખશે.
