On This Day: આજના દિવસે પોર્ટુગલના વિશ્વ પ્રસિદ્ધ ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો થયો હતો જન્મ, જાણો 5 ફેબ્રુઆરીએ વિશ્વમાં નોંધાયેલી મહત્વની ઘટનાઓ વિશે

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Kunjan Shukal

Updated on: Feb 05, 2022 | 7:12 AM

દ્વિતીય વિશ્વ યુદ્ધ (Second World War)દરમિયાન તમામને જરૂરી વસ્તુઓ એકસમાન માત્રામાં મળે, તેથી ખાંડ અને તેનાથી ઉત્પાદીત તથા અન્ય માલસામાનનું રેશનીંગ કરવાનું નક્કી કરાયું હતું.

On This Day: આજના દિવસે પોર્ટુગલના વિશ્વ પ્રસિદ્ધ ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો થયો હતો જન્મ, જાણો 5 ફેબ્રુઆરીએ વિશ્વમાં નોંધાયેલી મહત્વની ઘટનાઓ વિશે
Cristiano Ronaldo (File Image)

આજનો દિવસ ઈતિહાસમાં બ્રિટેન (Britain)થી સંબંધિત એક રસપ્રદ ઘટના સાથે જોડાયેલો છે. 1953માં 5 ફેબ્રુઆરીના દિવસે બ્રિટેનમાં મિઠાઈ પર મીઠાઈઓ પર વર્ષોથી લાદવામાં આવલો નિયંત્રિત વિતરણ નિયમ નાબૂદ કરવામાં આવ્યો અને બાળકોએ મનભરીને મિઠાઈઓ ખાધી. આ અંગેની સરકારની જાહેરાત બાદ, બાળકો તેમની પિગી બેંકમાંથી પૈસા કાઢીને મીઠાઈની દુકાનો તરફ દોડ્યા અને ટોફી, ચોકલેટ, કન્ફેક્શનરીથી લઈને તમામ મીઠાઈઓનો આનંદ માણ્યો.

બાળકોની સાથે જ આ મિઠાઈ બનાવનારી કંપનીઓ માટે પણ ખુશીની તક હતી. દ્વિતીય વિશ્વ યુદ્ધ (Second World War)દરમિયાન તમામને જરૂરી વસ્તુઓ એકસમાન માત્રામાં મળે, તેથી ખાંડ અને તેનાથી ઉત્પાદીત તથા અન્ય માલસામાનનું રેશનીંગ કરવાનું નક્કી કરાયું હતું. જાન્યુઆરી 1940માં યુકેમાં ઘણા ઉત્પાદનોનું વિતરણ મર્યાદિત કરવામાં આવ્યું હતું. કપડા, ફર્નીચર અને પેટ્રોલ પર લાગેલા નિયંત્રણ તો 1948 બાદથી ધીમે-ધીમે સમાપ્ત થવા લાગ્યા પણ તેને પુરી રીતે ખત્મ થવામાં ઘણા વર્ષો લાગ્યા.

દેશ-દુનિયાના ઈતિહાસમાં 5 ફેબ્રુઆરીની તારીખે નોંધાયેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

1630: શીખ ગુરૂ હર રાયજીનો જન્મ

1922: ચૌરી ચૌરામાં પોલીસ સ્ટેશન પર ટોળાના હુમલામાં 22 પોલીસકર્મીઓના મોત. આ ઘટનાએ મહાત્મા ગાંધીના અહિંસા આંદોલનને થોડા સમય માટે પાટા પરથી ઉતારી દીધું.

1937: ચાર્લી ચેપ્લિન અભિનીત પ્રથમ ટોકી ‘મોર્ડન ટાઈમ્સ’ રિલીઝ થઈ હતી.

1953: બ્રિટેનમાં ચીની અને તેનાથી બનેલી વસ્તુઓના મર્યાદિત વિતરણનો નિયમ ખત્મ કરવામાં આવ્યો.

1971: અપોલો 14 ચંદ્રની સપાટી પર ઉતર્યુ. ઉડાન દરમિયાન ઘણા પ્રકારની ટેક્નિકલ મુશ્કેલીઓ આવી.

1985: પોર્ટુગલના વિશ્વ પ્રસિદ્ધ ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો જન્મ થયો હતો. બહુ ઓછા લોકો જાણે છે કે રોનાલ્ડોનું પૂરું નામ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ડોસ સેન્ટોસ એવેરો છે.

2008: મહર્ષિ મહેશ યોગીનું નિધન, તેમને ભારતના પ્રમુખ આધ્યાત્મિક અને ધાર્મિક નેતાઓમાં સામેલ કરવામાં આવે છે.

2013: બાંગ્લાદેશમાં એક ટ્રિબ્યુનલે કટ્ટર વિરોધ પક્ષના ટોચના સભ્ય અબ્દુલ કાદર મૌલાને પાકિસ્તાનથી 1971ની આઝાદીની લડાઈ દરમિયાન આચરવામાં આવેલા યુદ્ધ અપરાધો માટે આજીવન કેદની સજા ફટકારી હતી.

આ પણ વાંચો: હૈદરાબાદ: રામાનુજ સહસ્રાબ્દી મહોત્સવના ત્રીજા દિવસે આધ્યાત્મિકતામાં લીન થયા ભક્તો, PM મોદી આજે સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટીનું અનાવરણ કરશે

આ પણ વાંચો: Ahmedabad: ટેક્સ ન ભરનારા કરદાતાઓ સામે AMCની લાલ આંખ, 4 દિવસમાં 892 મિલકતો સીલ કરી

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati