Ahmedabad: ટેક્સ ન ભરનારા કરદાતાઓ સામે AMCની લાલ આંખ, 4 દિવસમાં 892 મિલકતો સીલ કરી

Ahmedabad: ટેક્સ ન ભરનારા કરદાતાઓ સામે AMCની લાલ આંખ, 4 દિવસમાં 892 મિલકતો સીલ કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 6:50 AM

4 જાન્યુઆરીના રોજ 288 જેટલી મિલકતોને સીલ કરવાની અને 508 લોકોને નોટિસ આપવાની કાર્યવાહી કરાઈ હતી. સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 56 જેટલી મિલકતોને સીલ કરી છે. AMCને એક જ દિવસમાં પ્રોપર્ટી ટેક્સની રૂ. 3.73 કરોડની આવક થઈ છે.

અમદાવાદ (Ahmedabad)માં બાકી મિલકત વેરા (Property tax)ને લઈ તંત્ર હરકતમાં આવી ગયું છે. ઘણા એવા મિલકતધારકો છે જેઓને વારંવાર નોટિસ (Notice) આપવા છતાં મિલકત વેરો ભર્યો નથી. આવા એકમોને તંત્ર દ્વારા સીલ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. 24 કલાકમાં 288 એકમોને સીલ કરવામાં આવ્યા.

અમદાવાદ શહેરમાં રૂ.1 લાખથી વધુની કિંમતનો બાકી ટેક્સ ન ભરનારા લોકોની મિલકતો સીલ કરવાની ઝૂંબેશ 1 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવી છે. 4 દિવસમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગે સિલિંગ ઝુંબેશ અંતર્ગત કુલ 892 મિલકતોને સીલ કરી દીધી છે. જેમાં સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં આવતા મધ્ય, પૂર્વ અને ઉત્તર ઝોનમાં સિલિંગ કરવામાં આવી છે.

4 જાન્યુઆરીના રોજ 288 જેટલી મિલકતોને સીલ કરવાની અને 508 લોકોને નોટિસ આપવાની કાર્યવાહી કરાઈ હતી. સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 56 જેટલી મિલકતોને સીલ કરી છે. AMCને એક જ દિવસમાં પ્રોપર્ટી ટેક્સની રૂ. 3.73 કરોડની આવક થઈ છે. 1 ફેબ્રુઆરીથી સિલિંગ ઝુંબેશમાં 4 ફેબ્રુઆરીએ સૌથી વધુ 288 જેટલી મિલકતો સીલ કરાઈ છે.

4 દિવસમાં કરાયેલી કાર્યવાહીમાં સૌથી વધુ પૂર્વ ઝોનમાં 200, મધ્ય ઝોનમાં 194, ઉત્તર ઝોનમાં 171, પશ્ચિમ ઝોનમાં 103, દક્ષિણ ઝોનમાં 102, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 82 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 40 એમ કુલ 892 મિલકતો સીલ કરી છે.

આ પણ વાંચો- Gujarat માં આમ આદમી પાર્ટીને મોટો આંચકો, પાંચ કાઉન્સિલર ભાજપમાં જોડાયા

આ પણ વાંચો- Gujarat માં શહેરી વિકાસને વેગ મળશે, ચાર મહાનગરોના વિકાસ માટે 253 કરોડની ફાળવણી

g clip-path="url(#clip0_868_265)">