ન્યૂયોર્ક જતી ફ્લાઈટમાં આગ લાગતા સ્કોટલેન્ડમાં થયું હતુ ઈમરજન્સી લેન્ડિંગ, જુઓ આગનો Viral Video

એરક્રાફ્ટની વિંગમાં આગ લાગી હતી, ત્યારે વિમાન અંદરથી એક મુસાફર દ્વારા ક્રૂ મેમ્બરને જાણ કરી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે વિમાનની એક પાંખમાંથી જોરદાર જ્વાળાઓ નીકળી રહી છે. આગના સમાચાર સાંભળીને વિમાનમાં બેઠેલા મુસાફરો ડરી ગયા હતા.

ન્યૂયોર્ક જતી ફ્લાઈટમાં આગ લાગતા સ્કોટલેન્ડમાં થયું હતુ ઈમરજન્સી લેન્ડિંગ, જુઓ આગનો Viral Video
Flight Fire Viral VideoImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2023 | 11:59 PM

ન્યૂયોર્ક જઈ રહેલા એક પ્લેનમાં પાંખમાં આગ લાગવાથી ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. વિમાન સ્કોટલેન્ડથી ન્યુયોર્ક જઈ રહ્યું હતું. આ પ્લેન ડેલ્ટા એર લાઈન્સનું હતું. એરક્રાફ્ટની વિંગમાં આગ લાગી હતી, ત્યારે વિમાન અંદરથી એક મુસાફર દ્વારા ક્રૂ મેમ્બરને જાણ કરી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે વિમાનની એક પાંખમાંથી જોરદાર જ્વાળાઓ નીકળી રહી છે. આગના સમાચાર સાંભળીને વિમાનમાં બેઠેલા મુસાફરો ડરી ગયા હતા.

આ પણ વાંચો: આનંદ મહિન્દ્રાની ટ્વીટ થઈ વાયરલ, લોકોએ કહ્યું- માત્ર ભારતીયો જ કરી શકે Chat GPTનો આવો અર્થ!

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

પ્લેન ક્યાંથી રવાના થયું

બોઇંગ 767, જે એડિનબર્ગથી સ્થાનિક સમય મુજબ સવારે 10:50 વાગ્યે ઉડાન ભરી હતી. એક મુસાફરે ગ્લાસગોના એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ પ્લેનની એક પાંખ પર આગ જોઈ હતી. ડેલ્ટા એરલાઈન્સની ફ્લાઈટ DAL209ને પાંખમાં આગ લાગવાથી પ્રેસ્ટવિક ખાતે લેન્ડ કરવા માટે ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્વાળાઓમાં વિમાનની પાંખનો એક નાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામે આવ્યો છે. જેમાં જ્વાળાઓ જોઈ શકાય છે.

કંપનીએ શું કહ્યું

પ્રાપ્ત માહિતી અનુસાર, કોઈપણ અધિકારીએ વિમાનના કોઈ ભાગમાં આગ લાગી હોવાની પુષ્ટિ કરી નથી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. ડેલ્ટા એર લાઈન્સે માત્ર એ વાતની પુષ્ટિ કરી કે પ્લેનના બે એન્જિનમાંથી એકમાં “તકનીકી સમસ્યા” હતી. એરલાઈને પેસેન્જરોની માફી માંગી અને કહ્યું કે તે પેસેન્જરોને ફરીથી રૂટ કરવા માટે કામ કરી રહી છે.

શું છે સમગ્ર ઘટના

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્લેન ડાયવર્ટ કરતા પહેલા જોરદાર ધડાકો સાંભળીને મુસાફરો ડરી ગયા હતા. ઈમરજન્સી લેન્ડિંગ બાદ મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્કોટિશ ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસ અને એરપોર્ટ ફાયર ક્રૂ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">