AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘દિલરુબા દિલનશીન’ ગીત પર નેપાળી ટીચરનો ધમાકેદાર ડાન્સ, બાળકો પણ ઝૂમી ઉઠ્યા,જુઓ Video

સોશિયલ મીડિયા પર દરરોજ અનેક વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયો લોકોને હસાવી દે છે, તો કેટલાક લોકોનું દિલ જીતી લે છે. હાલમાં નેપાળની એક સ્કૂલ ટીચરનો આવો જ એક ડાન્સ વીડિયો ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં શિક્ષિકા સ્કૂલનાં બાળકો સાથે બોલિવૂડના લોકપ્રિય ગીત 'દિલરુબા દિલનશીન' પર જોરદાર ડાન્સ કરતાં જોવા મળે છે.

'દિલરુબા દિલનશીન' ગીત પર નેપાળી ટીચરનો ધમાકેદાર ડાન્સ, બાળકો પણ ઝૂમી ઉઠ્યા,જુઓ Video
Nepal Teacher Dance Viral Video
| Updated on: Nov 28, 2026 | 12:48 PM
Share

સોશિયલ મીડિયા પર દરરોજ અનેક વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયો લોકોને હસાવી દે છે, તો કેટલાક લોકોનું દિલ જીતી લે છે. હાલમાં નેપાળની એક સ્કૂલ ટીચરનો આવો જ એક ડાન્સ વીડિયો ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં શિક્ષિકા સ્કૂલનાં બાળકો સાથે બોલિવૂડના લોકપ્રિય ગીત ‘દિલરુબા દિલનશીન’ પર જોરદાર ડાન્સ કરતાં જોવા મળે છે.

વીડિયોમાં જોવા મળે છે કે શિક્ષિકા લાલ ચેક્સવાળી સાડી પહેરીને સ્કૂલના ખુલ્લા કેમ્પસમાં ડાન્સ કરી રહ્યાં છે. તેમની પાછળ સ્કૂલ યુનિફોર્મમાં અનેક બાળકો પણ ઊભાં છે. ગીત શરૂ થતાં જ શિક્ષિકા ડાન્સના સ્ટેપ્સ કરવા લાગે છે અને બાળકો પણ પૂરા ઉત્સાહ સાથે તેમનો સાથ આપે છે. શિક્ષિકાના ડાન્સ સ્ટેપ્સ, ચહેરાના હાવભાવ અને બાળકોની એનર્જી વીડિયોને વધુ રસપ્રદ બનાવે છે.

ટીચર અને વિદ્યાર્થીઓની જુગલબંદીએ જીત્યું દિલ

આ વીડિયોની સૌથી ખાસ વાત શિક્ષિકા અને વિદ્યાર્થીઓ વચ્ચેનું શાનદાર ટ્યુનિંગ છે. સામાન્ય રીતે સ્કૂલમાં શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવતા જોવા મળે છે, પરંતુ અહીં શિક્ષિકા બાળકો સાથે ડાન્સ કરીને આનંદની પળો માણી રહ્યાં છે. બાળકો પણ શિક્ષિકાની સાથે તાલ મિલાવીને ડાન્સ કરતાં જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સની મજેદાર પ્રતિક્રિયા

વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક યુઝર્સે શિક્ષિકાના ડાન્સ અને એનર્જીનાં વખાણ કર્યા છે. તો કેટલાકે મજાકમાં લખ્યું કે, કાશ! અમને પણ આવી ટીચર મળી હોત તો સ્કૂલમાં ભણવાની સાથે આવી મસ્તી કરવાની તક મળતી. આ વીડિયો લોકોને શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેના સુંદર સંબંધની યાદ અપાવી રહ્યો છે. સ્કૂલમાં અભ્યાસની સાથે આવી પ્રવૃત્તિઓ બાળકો માટે આનંદ અને યાદગાર અનુભવ બની શકે છે.

આ પણ વાંચો : પંચાચૂલી પર્વત પાછળથી નીકળ્યો વિશાળ ચંદ્ર, Moonrise નો Video જોઈ તમે પણ રહી જશો દંગ

Follow Us
ચોથા દિવસે પણ મૃતદેહનો સ્વીકાર નહીં, પથુભા કેસમાં પરિવારનો વિરોધ
ચોથા દિવસે પણ મૃતદેહનો સ્વીકાર નહીં, પથુભા કેસમાં પરિવારનો વિરોધ
વડોદરાની GMERS મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના! વિદ્યાર્થીઓએ કરી ફરિયાદ
વડોદરાની GMERS મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના! વિદ્યાર્થીઓએ કરી ફરિયાદ
આજનું રાશિફળ: 28 નવેમ્બરે કઈ રાશિઓએ રાખવી સાવધાની?
આજનું રાશિફળ: 28 નવેમ્બરે કઈ રાશિઓએ રાખવી સાવધાની?
બાયોમેડિકલ પ્લાન્ટ સ્થાપવા મુદ્દે મળેલી લોકસુનાવણીમાં ગામલોકોનો હોબાળો
બાયોમેડિકલ પ્લાન્ટ સ્થાપવા મુદ્દે મળેલી લોકસુનાવણીમાં ગામલોકોનો હોબાળો
ગૌમાતાના રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માગ સાથે વાવ થરાદમાં પળાયો બંધ
ગૌમાતાના રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માગ સાથે વાવ થરાદમાં પળાયો બંધ
ગુજરાતમાં ISIS, અલ-કાયદા અને જૈશ-એ-મોહમ્મદના મોડ્યુલનો પર્દાફાશ
ગુજરાતમાં ISIS, અલ-કાયદા અને જૈશ-એ-મોહમ્મદના મોડ્યુલનો પર્દાફાશ
Breaking News: વડોદરા: આતંકી સેહરુલ ઈસ્લામના 14 દિવસના રિમાન્ડ મંજૂર
Breaking News: વડોદરા: આતંકી સેહરુલ ઈસ્લામના 14 દિવસના રિમાન્ડ મંજૂર
ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા ગુજરાતના સંતોનું મહાઅભિયાન
ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા ગુજરાતના સંતોનું મહાઅભિયાન
અમદાવાદમાં ડેન્ગ્યૂનો ડબલ એટેક! બે મહિનામાં 700થી વધુ કેસ,જુઓ Video
અમદાવાદમાં ડેન્ગ્યૂનો ડબલ એટેક! બે મહિનામાં 700થી વધુ કેસ,જુઓ Video
GTUમાં PhD કરતો વિદ્યાર્થી ડ્રગ્સ કેસમાં ઝડપાયો ! જુઓ Video
GTUમાં PhD કરતો વિદ્યાર્થી ડ્રગ્સ કેસમાં ઝડપાયો ! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">