AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પંચાચૂલી પર્વત પાછળથી નીકળ્યો વિશાળ ચંદ્ર, Moonrise નો Video જોઈ તમે પણ રહી જશો દંગ

કુદરતના કેટલાક નજારા એવા હોય છે જેને જોઈને કોઈ પણ વ્યક્તિ મંત્રમુગ્ધ થઈ જાય છે. આવો જ અદભુત નજારો ઉત્તરાખંજના મુન્સિયારીમાંથી સામે આવ્યો છે. અહીં બરફથી ઢંકાયેલી પંચાચૂલી પર્વતમાળાની પાછળથી ચંદ્રનો ઉદય થતો હોય તેવો નજારો જોવા મળ્યો હતો. આ સુંદર દ્રશ્યનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

પંચાચૂલી પર્વત પાછળથી નીકળ્યો વિશાળ ચંદ્ર, Moonrise નો Video જોઈ તમે પણ રહી જશો દંગ
Moonrise Video
| Updated on: Nov 26, 2026 | 10:42 AM
Share

કુદરતના કેટલાક નજારા એવા હોય છે જેને જોઈને કોઈ પણ વ્યક્તિ મંત્રમુગ્ધ થઈ જાય છે. આવો જ અદભુત નજારો ઉત્તરાખંજના મુન્સિયારીમાંથી સામે આવ્યો છે. અહીં બરફથી ઢંકાયેલી પંચાચૂલી પર્વતમાળાની પાછળથી ચંદ્રનો ઉદય થતો હોય તેવો નજારો જોવા મળ્યો હતો. આ સુંદર દ્રશ્યનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર ફિલ્મી દ્રશ્ય સર્જાયું

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં નવેમ્બર મહિનાનો બીવર સુપરમૂન ધીમે ધીમે પંચાચૂલીની બરફીલી પર્વતમાળાની પાછળથી ઉપર આવતો દેખાય છે. આકાશ સ્વચ્છ હોવાથી ચંદ્ર ખૂબ મોટો અને તેજસ્વી દેખાઈ રહ્યો હતો. પહાડોની પાછળથી ચંદ્રનો ધીમે ધીમે થતો ઉદય જાણે કોઈ ફિલ્મનું દૃશ્ય હોય તેવી અનુભૂતિ કરાવે છે.

ઉલ્લેખનીય છે કે આ અદભુત નજારાને Sagar Aagri નામના વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. તેમણે આ વીડિયો પોતાના Instagram એકાઉન્ટ પર શેર કર્યો હતો. વીડિયોમાં તેઓ કહે છે કે લોકોએ સૂર્યોદય અને સૂર્યાસ્ત તો અનેકવાર જોયા હશે, પરંતુ આવો ચંદ્રોદય ભાગ્યે જ જોયો હશે.

સોશિયલ મીડિયા પર લોકો થયા મંત્રમુગ્ધ

વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે તેના પર અનેક કોમેન્ટ્સ કરી છે. એક યુઝરે જણાવ્યું કે મોબાઇલ કેમેરા આ નજારા સાથે ન્યાય કરી શકે તેમ નથી. વાસ્તવિકતામાં ચંદ્ર વધુ મોટો અને સુંદર દેખાતો હશે. ઘણા લોકોએ આ દૃશ્યને અદ્ભુત ગણાવ્યું છે.

View this post on Instagram

શું છે Beaver Supermoon?

નવેમ્બર મહિનાની પૂર્ણિમાના ચંદ્રને બીવર મૂન કહેવામાં આવે છે. જ્યારે પૂર્ણિમાનો ચંદ્ર પૃથ્વીની નજીકના અંતરે હોય ત્યારે તેને સુપરમૂન કહેવામાં આવે છે. સામાન્ય પૂર્ણિમાની સરખામણીએ સુપરમૂન થોડો મોટો અને વધુ તેજસ્વી દેખાઈ શકે છે. મુન્સિયારી ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં આવેલું સુંદર પર્વતીય સ્થળ છે. આ વિસ્તાર પંચાચૂલીની બરફીલી પર્વતમાળાઓ અને હિમાલયના મનમોહક નજારા માટે જાણીતો છે.

આ પણ વાંચો : ફરવા આવ્યા અને સફાઈ કરીને જીત્યાં દિલ,વિદેશી પર્યટકોનો Video Viral

Follow Us
g clip-path="url(#clip0_868_265)">