નેપાળ પ્લેન ક્રેશનો Viral Video આવ્યો સામે, હવામાં પલટ્યા અને પહાડ સાથે ટકરાયા બાદ થયું ક્રેશ

આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના અત્યાર સુધીમાં 40 મૃતદેહો મળી આવ્યા છે. આ દરમિયાન, વિમાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે વિમાન હવામાં પલટી ગયું અને કહેવામાં આવી રહ્યું છે કે તે પર્વત સાથે અથડાયા બાદ ક્રેશ થયું હતું.

નેપાળ પ્લેન ક્રેશનો Viral Video આવ્યો સામે, હવામાં પલટ્યા  અને પહાડ સાથે ટકરાયા બાદ થયું ક્રેશ
Nepal Plane Crash Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2023 | 3:24 PM

નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે રવિવારે પોખરા એરપોર્ટ નજીક નેપાળી પેસેન્જર પ્લેન ક્રેશ થયા બાદ સુરક્ષા કર્મચારીઓ અને તમામ સરકારી એજન્સીઓને અસરકારક બચાવ કામગીરી હાથ ધરવા નિર્દેશ આપ્યો છે. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના અત્યાર સુધીમાં 40 મૃતદેહો મળી આવ્યા છે. આ દરમિયાન, વિમાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે વિમાન હવામાં પલટી ગયું અને કહેવામાં આવી રહ્યું છે કે તે પર્વત સાથે અથડાયા બાદ ક્રેશ થયું હતું.

આ પણ વાંચો: Breaking News : નેપાળમાં ભયાનક વિમાન દુર્ઘટના, 72 મુસાફરો સવાર હતા, 40ના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા-જુઓ Video

વિમાન દુર્ઘટના બાદ વડાપ્રધાને તરત જ કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડાપ્રધાન ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દુર્ઘટના વિશે પૂછપરછ કરવા માટે રવાના થયા હતા. કાઠમંડુથી પોખરા જતી ફ્લાઈટમાં 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. જેમાં 10 વિદેશી નાગરિકો પણ સામેલ હતા.

ATR-72 વિમાને કાઠમંડુથી ઉડાન ભરી હતી

સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળ (CAAN) એ જણાવ્યું કે યેતી એરલાઈન્સના 9N-ANC ATR-72 વિમાને કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 10.33 વાગ્યે ઉડાન ભરી હતી. હિમાલયના આ દેશમાં પોખરા એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે. પોખરા એરપોર્ટ પર ઉતરતી વખતે જૂના એરપોર્ટ અને નવા એરપોર્ટ વચ્ચે સેતી નદીના કિનારે પ્લેન ક્રેશ થયું હતું.

નેપાળના મીડિયા અનુસાર આ ઘટના જૂના એરપોર્ટ અને પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે બની હતી. આ મુજબ યેતી એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ જણાવ્યું છે કે, વિમાનમાં 68 મુસાફરો હતા. આ સાથે એવી માહિતી પણ મળી રહી છે કે ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના બની છે. વિમાન પહાડી સાથે અથડાયા બાદ ક્રેશ થયું અને નદીમાં પડ્યું.

Latest News Updates

આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
g clip-path="url(#clip0_868_265)">