Breaking News : નેપાળમાં ભયાનક વિમાન દુર્ઘટના, 72 મુસાફરો સવાર હતા, 40ના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા-જુઓ Video
યતિ એરલાઇન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ પોસ્ટને જણાવ્યું હતું કે, જૂના એરપોર્ટ અને પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ક્રેશ થયેલા ATR-72 એરક્રાફ્ટમાં કુલ 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા.
કાઠમાંડુથી નેપાળના પોખરા જઈ રહેલું યતિ એરલાઈન્સનું ATR-72 વિમાન રવિવારે સવારે કાસ્કી જિલ્લાના પોખરામાં ક્રેશ થયું હતું. યતિ એરલાઇન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ પોસ્ટને જણાવ્યું હતું કે, જૂના એરપોર્ટ અને પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ક્રેશ થયેલા ATR-72 એરક્રાફ્ટમાં કુલ 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરાયેલી તસવીરો અને વીડિયોમાં અકસ્માત સ્થળ પરથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળે છે. હાલમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે.
નેપાળ સરકારે અકસ્માતને લઈને ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ દરમિયાન વડાપ્રધાન પુષ્પ દહલ પ્રચંડ કાઠમાંડુના કંટ્રોલ રૂમમાં પહોંચી ગયા છે.
#WATCH | A passenger aircraft crashed at Pokhara International Airport in Nepal today. 68 passengers and four crew members were onboard at the time of crash. Details awaited. pic.twitter.com/DBDbTtTxNc
— ANI (@ANI) January 15, 2023
A 72-seater passenger aircraft crashes on the runway at Pokhara International Airport in Nepal. Rescue operations are underway and the airport is closed for the time being. Details awaited. pic.twitter.com/Ozep01Fu4F
— ANI (@ANI) January 15, 2023
મીડિયા અનુસાર યતી એરલાઇન્સના 72 સીટર ATR-72 વિમાને કાઠમાંડુથી પોખરા માટે ઉડાન ભરી હતી. આ વિમાનમાં 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર હતા, એટલે કે કુલ 72 લોકો હતા. મળતી માહિતી મુજબ, પ્લેન પોખરા પહોંચ્યું હતું ત્યારે પહાડી વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
નેપાળના મીડિયા અનુસાર આ ઘટના જૂના એરપોર્ટ અને પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે બની હતી. આ મુજબ યેતી એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ જણાવ્યું છે કે, વિમાનમાં 68 મુસાફરો હતા. આ સાથે એવી માહિતી પણ મળી રહી છે કે ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના બની છે. વિમાન પહાડી સાથે અથડાયા બાદ ક્રેશ થયું અને નદીમાં પડ્યું.