AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોકો નહીં સુધરે !! નિરજ ચોપરાને તેમના લુક્સ પર ટ્રોલ કરવા ગયા આ ભાઇ, પ્રશંસકોએ લઇ લીધી બરાબરની ક્લાસ

આ ટ્વિટ જોયા બાદ તેના ચાહકો ખૂબ જ ગુસ્સામાં દેખાઈ રહ્યા છે, જેના જવાબમાં તેઓ કહી રહ્યા છે કે, 'આમાં કયો પ્રોટોકોલ તોડવામાં આવી રહ્યો છે', આ તસવીરને ઘણા લોકોએ પસંદ કરી છે.

લોકો નહીં સુધરે !! નિરજ ચોપરાને તેમના લુક્સ પર ટ્રોલ કરવા ગયા આ ભાઇ, પ્રશંસકોએ લઇ લીધી બરાબરની ક્લાસ
Neeraj chopra got trolled for his photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 6:48 PM
Share

નીરજ ચોપરા આજે એક જાણીતું નામ બની ગયું છે. તેમના ચાહકો દેશભરમાં છે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવીને દેશનું નામ ઉંચું કરનાર નીરજ ચોપરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તાજેતરમાં, નીરજ પોતાની તસવીર માટે સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહ્યો છે, પરંતુ તેના કેટલાક ચાહકો તેના સમર્થનમાં જોવા મળે છે. સમાચારમાં સંપૂર્ણ મામલો શું છે વાંચો.

થોડા સમય પહેલા, નીરજની એક તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં તેની સાથે એક મહિલા અને એક બાળક પણ જોવા મળ્યું હતું, તસવીરમાં તે સૂટ-પેન્ટમાં ખૂબ જ સ્માર્ટ દેખાઈ રહ્યો હતો. નીરજ ચોપરા વાદળી રંગના સૂટ સાથે સ્પોર્ટ શૂઝ પહેરેલો જોવા મળ્યો હતો, જેના કારણે લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. તે જ સમયે, કેટલાક વપરાશકર્તાઓ એવા પણ છે જે નીરજ ચોપરાના સમર્થનમાં આવ્યા હતા.

હવે આ તસવીર TwitterRamanDhaka નામના ટ્વિટર યુઝરે શેર કરી છે. તસવીર શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું, ‘માત્ર હરિયાણવી જ પેન્ટ કોટ હેઠળ સ્પોર્ટ્સ શૂઝ પહેરી શકે છે.’ આ ટ્વિટ જોયા બાદ તેના ચાહકો ખૂબ જ ગુસ્સામાં દેખાઈ રહ્યા છે, જેના જવાબમાં તેઓ કહી રહ્યા છે કે, ‘આમાં કયો પ્રોટોકોલ તોડવામાં આવી રહ્યો છે’, આ તસવીરને ઘણા લોકોએ પસંદ કરી છે અને હજારો ટિપ્પણીઓ કરી છે.

નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં જૈવલિન થ્રો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 87.58 મીટરના થ્રો સાથે ભારતને પ્રથમ વખત એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તમને જણાવી દઈએ કે ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં કુલ 7 મેડલ જીત્યા હતા.

આ પણ વાંચો –

તમે સ્વાદિષ્ટ ભોજન તરીકે પરિવારજનોના ભાણામાં સ્વાસ્થ્યનું જોખમ તો નથી પીરસી રહ્યા ને? વાંચો વિગતવાર

આ પણ વાંચો –

Skin Care : Tattoo બનાવતા પહેલા આ વાતનું રાખો ધ્યાન, નહીં તો થઇ શકે છે સ્કીન ઇન્ફેક્શન

આ પણ વાંચો –

IPO પહેલા અનલિસ્ટેડ માર્કેટમાં શેરમાં રોકાણ કરવું લાભદાયક કે નુકસાનકારક? જાણો શું છે નિષ્ણાતનો અભિપ્રાય

Follow Us
માંગરોળમાં 22 ઈંચ વરસાદ ખાબકી જતા લોકોના ઘરોમાં ઘુસ્યા પાાણી-જુઓ Video
માંગરોળમાં 22 ઈંચ વરસાદ ખાબકી જતા લોકોના ઘરોમાં ઘુસ્યા પાાણી-જુઓ Video
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
g clip-path="url(#clip0_868_265)">