Mother’s Day 2022: ગૂગલે ખાસ ડૂડલ બનાવીને મધર્સ ડેની ઉજવણી કરી, દુનિયાભરની માતાઓને સલામ કર્યુ

|

May 08, 2022 | 2:08 PM

સર્ચ એન્જિન (Search engine) ગૂગલે પણ ડૂડલ બનાવીને આ ખાસ પ્રસંગને વધુ ખાસ બનાવ્યો છે. મધર્સ ડેના (Mother's Day) અવસર પર ગૂગલે એક ખાસ Gif ડૂડલ તૈયાર કર્યું છે.

Mother’s Day 2022: ગૂગલે ખાસ ડૂડલ બનાવીને મધર્સ ડેની ઉજવણી કરી, દુનિયાભરની માતાઓને સલામ કર્યુ
Google celebrated Mother's Day by making a special doodle

Follow us on

મા… એ માત્ર એક શબ્દ નથી, એ એક લાગણી છે. તે વિશ્વની સૌથી વિશેષ લાગણી (Feeling) છે, જેના વિના માત્ર મનુષ્ય જ નહીં પરંતુ કોઈપણ જીવંત પ્રાણીનું અસ્તિત્વ નથી. મા એ જગત છે. જેમ ભગવાન સર્વસ્વ છે, તેવી જ રીતે માતાઓ પૃથ્વી પર સર્વસ્વ છે. કોઈપણ મનુષ્ય માટે તેની માતા પ્રથમ શિક્ષક છે, જે સત્ય, નિષ્ઠા અને પરિશ્રમના મૂલ્યો આપે છે અને માનવતાના કલ્યાણ માટે સર્જન કરે છે. માતા સ્નેહ, ધૈર્ય, પ્રેમ અને કરુણાનું પ્રતીક છે. માતાના પ્રેમનું શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે. માતાનું સ્થાન પૃથ્વી પર બીજું કોઈ નહીં લઈ શકે. અમે માતાના પ્રેમ (Mother’s Love) વિશે વાત કરી રહ્યા છીએ કારણ કે આજે મધર્સ ડે (Mother’s Day 2022) છે.

આજે દુનિયાભરમાં મધર્સ ડેની ઉજવણી થઇ રહી છે. મા ને સમર્પિત આ વિશેષ દિવસ પર ગૂગલે શાનદાર અને મનમોહક અંદાજમાં ડૂડલ બનાવીને દુનિયાભરની માતાઓને સલામ કર્યુ છે. મધર્સ ડેના મોકા પર ગૂગલે દુનિયાભરની માતાઓને તેમના બલિદાન અને ત્યાગ માટે યાદ કર્યા છે. સર્ચ એન્જિન ગૂગલે પણ ડૂડલ બનાવીને આ ખાસ પ્રસંગને વધુ ખાસ બનાવ્યો છે.

ગૂગલે એક ખાસ Gif ડૂડલ તૈયાર કર્યું છે, જે ચાર સ્લાઈડ્સમાં છે. તે ચિત્રો દ્વારા માતા અને બાળકના પ્રેમને દર્શાવે છે. પહેલી સ્લાઈડમાં બાળક માતાની આંગળી પકડીને બતાવે છે, જ્યારે બીજી સ્લાઈડમાં માતા પોતાના બાળકને ભણાવતી જોવા મળે છે. ત્રીજી સ્લાઇડમાં, માતા અને બાળક તેમના હાથ ધોતા બતાવવામાં આવે છે, જ્યારે ચોથી સ્લાઇડમાં માતા અને બાળક છોડ રોપતા જોવા મળે છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

20મી સદીથી મધર્સ ડે ઉજવવામાં આવે છે

એવું માનવામાં આવે છે કે 20મી સદીમાં અમેરિકામાં મધર્સ ડે મનાવવાની શરૂઆત થઈ હતી. અન્ના જાર્વિસ નામની મહિલાએ તેની માતાના મૃત્યુના થોડા વર્ષો બાદ 1905માં તેની યાદમાં એક સમારોહનું આયોજન કર્યું હતું. આ ઘટના પછી, મધર્સ ડે ઉજવવાની પ્રથા શરૂ થઈ અને આજે આ ખાસ દિવસ વિશ્વના ઘણા દેશોમાં ઉજવવામાં આવે છે. જો કે મધર્સ ડે વિશ્વભરમાં અલગ-અલગ દિવસે ઉજવવામાં આવે છે, પરંતુ મોટાભાગના દેશોમાં દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવે છે.

Next Article