AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: મકરસંક્રાંતિ પર કપીરાજે પણ ઉડાવી પતંગ, યુઝર્સને ખુબ પસંદ આવ્યો આ વીડિયો

હાલ સોશિયલ મીડિયા પર એક વાનરનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે આનંદથી પતંગ ઉડાડતો જોવા મળી રહ્યો છે. જેને જોઈને લોકો પણ હસી રહ્યા છે.

Viral: મકરસંક્રાંતિ પર કપીરાજે પણ ઉડાવી પતંગ, યુઝર્સને ખુબ પસંદ આવ્યો આ વીડિયો
Monkey Viral Video (Viral Video Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 6:42 AM
Share

સમગ્ર દેશવાસીઓએ 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ (Makar Sankranti)નો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો. મકરસંક્રાંતિના દિવસે ગુજરાત અને રાજસ્થાન સહિત ભારતના તમામ રાજ્યોમાં પતંગ ઉડાવવાની પરંપરા પણ છે, પરંતુ શું તમે જાણો છો કે માત્ર આપણે માણસો જ નહીં પરંતુ વાંદરાઓએ પણ પતંગ ઉડાડી(Monkey flying kite)ને આ તહેવારને ખૂબ જ ઉત્સાહથી ઉજવ્યો છે. હાલ સોશિયલ મીડિયા (Social Media) પર એક વાનરનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પતંગ ઉડાડતો જોવા મળી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વાંદરો છતની એક ટાંકી ઉપર બેઠો છે અને માંજાને પકડીને પતંગ ઉડાવી રહ્યો છે. એક પતંગ કપાઈ ત્યારે માંજો તેની પાસે આવ્યો. તેણે માંજા ખેંચવાનું શરૂ કર્યું. તેને પણ પતંગ ઉડાવવાની મજા આવવા લાગી. ત્યારે ઘણા પતંગો આકાશમાં ઉડતા હતા, તે પણ ઉડાડવા લાગ્યો. પછી તેણે પતંગને પોતાની તરફ ખેંચ્યો અને પતંગ ફાડી નાખ્યો.

આ વીડિયોને અત્યાર સુધીમાં ઘણા લોકો જોઈ ચૂક્યા છે. ઘણી બધી લાઈક્સ અને રીટ્વીટ પણ થઈ છે. ટ્વિટર પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફની વીડિયોને ટ્વિટર પર @anilsaini2004 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું કે, ‘મકર સંક્રાંતિ પર જયપુરમાં પતંગ ઉડાવવાનો ટ્રેન્ડ એવો છે કે વાંદરાઓ પણ પતંગ ઉડાવે છે.’

સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો જોયા પછી પોતાના હાસ્યને કાબૂમાં રાખી શક્યા નથી. એક યૂઝરે લખ્યું કે, ‘વાંદરાનો આ વીડિયો જોઈને હું મારા હાસ્ય પર કંટ્રોલ નથી કરી શકતો’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે પણ આ ફની કમેન્ટ કરી છે.

આપની જાણકારી માટે જણાવી દઈએ કે એવું કહેવાય છે કે ભગવાન રામે મકરસંક્રાંતિના દિવસે પહેલીવાર પતંગ ઉડાવી હતી. આ વિશે એક દંતકથા પણ છે. પૌરાણિક કથા મુજબ એક વખત મકરસંક્રાંતિના દિવસે ભગવાન રામ ઉત્તરાયણના આનંદમાં પતંગ ઉડાવી રહ્યા હતા. પરંતુ તે પતંગ ઉડાડીને ઈન્દ્રલોકમાં ગઈ અને ઈન્દ્રના પુત્ર જયંતને મળી. આ પછી તેણે તે પતંગ તેની પત્નીને આપી દીધી.

અહીં ભગવાન રામે હનુમાનજીને ઈન્દ્રલોકમાંથી તે પતંગ પરત લાવવા કહ્યું. જ્યારે હનુમાનજી ઈન્દ્રલોક પહોંચ્યા અને જયંતની પત્નીને પતંગ પરત કરવા કહ્યું ત્યારે તેણે હનુમાનજીને કહ્યું કે તે પહેલા શ્રી રામના દર્શન કરવા માંગે છે. આના પર હનુમાને ભગવાન રામને આખી વાત કહી. ત્યારે શ્રી રામે કહ્યું કે તે તેને ચિત્રકૂટમાં જોઈ શકે છે. જ્યારે હનુમાનજીએ તેમને રામનો સંદેશો આપ્યો ત્યારે તેમણે શ્રી રામની પતંગ પરત કરી દીધી. ત્યારથી મકરસંક્રાંતિ પર પતંગ ઉડાવવાની પરંપરા શરૂ થઈ અને આજે પણ ભારતમાં ઘણી જગ્યાએ આ પરંપરાનું પાલન કરવામાં આવે છે.

આ પણ વાંચો: Uttarakhand: ઓમિક્રોનના નવા 85 કેસ મળવાથી હડકંપ, 22 જાન્યુઆરી સુધી સ્કૂલ બંધ રાખવાના આદેશ

આ પણ વાંચો: Virat Kohli Captaincy: વિરાટ કોહલી બાદ હવે BCCI પાસે કોઇ વિકલ્પ નહી, હવે કેપ્ટનશીપ સોંપવાને લઇને લેવુ પડશે મોટુ જોખમ!

ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
g clip-path="url(#clip0_868_265)">