AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarakhand: ઓમિક્રોનના નવા 85 કેસ મળવાથી હડકંપ, 22 જાન્યુઆરી સુધી સ્કૂલ બંધ રાખવાના આદેશ

દેશના અન્ય રાજ્યોની જેમ ઉત્તરાખંડમાં પણ ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ જ કારણ છે કે સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. નાઇટ કર્ફ્યુ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે.

Uttarakhand: ઓમિક્રોનના નવા 85 કેસ મળવાથી હડકંપ, 22 જાન્યુઆરી સુધી સ્કૂલ બંધ રાખવાના આદેશ
Schools shut till 22 January in uttarakhand after 85 new omicron cases
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 9:58 PM
Share

ઉત્તરાખંડમાં (Uttarakhand Corona) ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના (Omicron) 85 નવા કેસ સામે આવ્યા છે. મોટી સંખ્યામાં નવા કેસ આવવાની માહિતી ડીજી હેલ્થ ડો. તૃપ્તિ બહુગુણા દ્વારા આપવામાં આવી છે. કોરોના ચેપ અને ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે રાજ્ય સરકારે 22 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો છે.

ઉત્તરાખંડ સરકાર વતી એક એડવાઈઝરી જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે તમામ આંગણવાડી કેન્દ્રો અને 12 મા ધોરણ સુધીની શૈક્ષણિક સંસ્થાઓમાં ઓનલાઈન વર્ગો ચાલુ રહેશે. દેશના અન્ય રાજ્યોની જેમ ઉત્તરાખંડમાં પણ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ જ કારણ છે કે સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. નાઇટ કર્ફ્યુ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ દરમિયાન આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકોને કોરોના પ્રોટોકોલ હેઠળ કામ કરવાની મંજૂરી આપવામાં આવશે.

ઉત્તરાખંડમાં તમામ દુકાનો સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી જ ખોલી શકાશે. જિમ, શોપિંગ મોલ, સિનેમા હોલ, સ્પા, સલૂન, થિયેટર, ઓડિટોરિયમ અને મીટિંગ હોલ માત્ર 50 ટકા ક્ષમતા સાથે જ કામ કરી શકશે. વધતા સંક્રમણને કારણે સરકારે 12મા ધોરણ સુધીની શાળાઓને ઓનલાઈન માધ્યમથી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. અગાઉના આદેશમાં 16 જાન્યુઆરી સુધી શાળા બંધ રાખવાનું કહેવામાં આવ્યું હતું. સરકારે આ નિયંત્રણો લંબાવ્યા છે.

નવા આદેશો અનુસાર, લગ્ન સમારોહમાં કોરોના પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી રહેશે. 22 જાન્યુઆરી સુધી રાજકીય રેલીઓ અને સભાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હોટેલ અને રેસ્ટોરન્ટ પણ 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. ચૂંટણી પંચ દ્વારા લાદવામાં આવેલો પ્રતિબંધ પહેલાની જેમ જ ચાલુ રહેશે.

ઉત્તરાખંડમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. શનિવારે, ચેપના 3848 નવા કેસ મળી આવ્યા હતા. આજે ઓમિક્રોનના 85 નવા કેસ નોંધાયા છે. ઓમિક્રોન રાજ્યમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. ઉત્તરાખંડમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તે પહેલા આ પ્રકારની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. ચૂંટણીને કારણે ચેપ વધુ ઝડપથી વધવાની સંભાવના છે.

આ પણ વાંચો –

Punjab Assembly Election 2022: પંજાબમાં કોંગ્રેસને મોટો ઝટકો, વધુ પાંચ નેતાઓ ‘હાથ’ છોડી ‘કમળ’માં જોડાયા

આ પણ વાંચો –

Punjab Assembly Election 2022: CM Channiના ભાઈને ન મળી કોંગ્રેસની ટિકિટ, હવે પાર્ટી વિરુદ્ધ માંડશે મોરચો

આ પણ વાંચો –

Republic Day Bengal Tableau: પ્રજાસત્તાક દિવસે બંગાળની ઝાંખી ન બતાવવા પર મમતા બેનર્જી નારાજ, પીએમ મોદીને લખ્યો પત્ર

g clip-path="url(#clip0_868_265)">