સોશિયલ મીડિયા પર Money Heist ના મીમ્સનો વરસાદ, જોઈને તમે પણ હસવું રોકી નહીં શકો !

તાજેતરમાં મની હાઈસ્ટ 5 ની સિરીઝ રિલીઝ થઈ છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર મની હાઈસ્ટના (Money Heist) મીમ્સનો વરસાદ થયો છે, જે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

સોશિયલ મીડિયા પર Money Heist ના મીમ્સનો વરસાદ, જોઈને તમે પણ હસવું રોકી નહીં શકો !
money heist 5 memes trend on social media

Money Heist Part 5 ની સિઝન તાજેતરમાં રિલીઝ કરવામાં આવી છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ચાહકોને આ સિઝનમાં એક્શન સીન જોવા મળ્યા છે. મની હાઈસ્ટનો (Money Heist) ક્રેઝ માત્ર ભારતમાં જ નથી, પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યા છે. સામાન્ય માણસથી લઈને ઘણા બોલિવૂડ સ્ટાર્સ બધા આ સિરીઝના ફેન્સ છે. ત્યારે હાલ રિલીઝ થયેલી સિરીઝને ચાહકોનો ખુબ પ્રેમ મળી રહ્યો છે.

મની હાઈસ્ટ 5 નું ટ્રેલર (Trailer) રિલીઝ થયું ત્યારથી, પ્રેક્ષકો આ સિરીઝ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. ત્યારે રિલીઝ થયા બાદ હાલ સોશિયલ મીડિયા પર માત્ર મની હાઈસ્ટ 5 ની ચર્ચા જોવા મળી રહી છે.

મની હાઈસ્ટ 5 રિલીઝ થયા બાદ કેટલાક લોકો આ સિઝનની સ્ટોરી (Story) અને અભિનેતાઓના અભિનય વિશે ચર્ચા કરી રહ્યા છે. જ્યારે આ વેબ સિરીઝના કેટલાક ચાહકો રમૂજી મીમ્સ અને જોક્સ સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરી રહ્યા છે. મની હાઈસ્ટના મીમ્સ બનાવીને લોકો આ સિરીઝ ન જોનારની મજાક ઉડાવી રહ્યા છે.

જમવાના પૈસા નથી !

નોટ કુલ 

હજુ આ સિરીઝ નથી જોઈ  

 માફ કરી દો ભાઈ !

સોશિયલ મીડિયા પર મની હાઈસ્ટના મીમ્સનો વરસાદ

લોકો હાલ મની હાઈસ્ટના સોશિયલ મીડિયા પર વિવિધ રમૂજી મીમ્સ અને જોક્સ શેર કરીને અન્યનું મનોરંજન કરી રહ્યા છે અને સાથે તેઓ એકબીજાની મજાક પણ ઉડાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે મની હાઈસ્ટ સિઝન 5 ને (Money Heist 5) બે વોલ્યુમમાં વહેંચવામાં આવી છે. પહેલું વોલ્યુમ 3 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવ્યું છે જ્યારે બીજુ વોલ્યુમ 3 ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવશે.

 

આ પણ વાંચો: યુઝર્સ ખાસ અંદાજથી પાઠવી રહ્યા છે શિક્ષક દિવસની શુભેચ્છા, સોશિયલ મીડિયા પર #HappyTeachersDay2021 થઈ રહ્યુ છે ટ્રેન્ડ

આ પણ વાંચો: છોકરીના સ્ટંટના ચક્કરમાં તેના બોય ફ્રેન્ડના હાલ થયા બેહાલ, વીડિયો જોઈને લોકો બોલ્યા…ઉપ્સ…

Click on your DTH Provider to Add TV9 Gujarati