AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માણસનું કપાયેલું માથું મોંમાં પકડીને રસ્તા પર દોડતો જોવા મળ્યો કૂતરો, વાયરલ વીડિયો જોઈ રૂવાટા ઊભા થઈ જશે

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે કોઈ હોરર ફિલ્મ જેવો લાગે છે. આ વીડિયોમાં, કૂતરો રસ્તા પર તેના જડબામાં માણસનું માથું પકડીને દોડતો જોઈ શકાય છે.

માણસનું કપાયેલું માથું મોંમાં પકડીને રસ્તા પર દોડતો જોવા મળ્યો કૂતરો, વાયરલ વીડિયો જોઈ રૂવાટા ઊભા થઈ જશે
Dog Shocking Viral VideoImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2022 | 7:38 PM
Share

મેક્સિકોથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક કૂતરો માણસનું કપાયેલું માથું મોંમાં પકડીને દોડતો જોવા મળ્યો હતો. આ ઘટના મેક્સિકોના ઝાકાટેકસ શહેરની છે. કહેવામાં આવી રહ્યું છે કે શહેરના રહેવાસીઓએ કૂતરાને માણસનું કપાયેલું માથું મોંમાં રાખીને દોડતો જોયો હતો. ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ, આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે કોઈ હોરર ફિલ્મ જેવો લાગે છે. આ વીડિયોમાં, કૂતરો રસ્તા પર તેના જડબામાં માણસનું માથું પકડીને દોડતો જોઈ શકાય છે.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આખરે પોલીસ કૂતરાના મોંમાંથી માથું કાઢવામાં સફળ રહી. આ વીડિયો હિંસાગ્રસ્ત ઉત્તરીય રાજ્ય ઝાકાટેકસનો હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, કૂતરાએ આ માથું ક્રાઈમ સીન પરથી ઉપાડ્યું હતું અને તેને ખાવા માટે ક્યાંક લઈ જઈ રહ્યો હતો. મેક્સિકન અખબાર અલ યુનિવર્સલે પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી જણાવ્યું હતું કે પોલીસ ગુનાના સ્થળને સુરક્ષિત કરે તે પહેલા કૂતરો માથું લઈને ભાગી ગયો હતો.

મૃતદેહ અહીં રાખવામાં આવ્યો હતો

કાયદા અમલીકરણ અધિકારીએ ફોક્સને જણાવ્યું હતું કે ડાઉનટાઉન મોન્ટે એસ્કોબેડોમાં ઓટોમેટેડ ટેલર બૂથ પર બુધવારે માથું અને શરીરના અન્ય ભાગોને છોડી દેવામાં આવ્યા હતા. પીડિતાની હજુ સુધી ઓળખ થઈ નથી અને મૃતદેહનો બાકીનો ભાગ મળ્યો નથી.

આપને જણાવી દઈએ કે, તાજેતરમાં મેક્સિકોમાં પણ ફાયરિંગના સમાચાર સામે આવ્યા હતા. અગાઉની અનેક ઘટનાઓમાં અહીંથી ગોળીબારના સમાચાર સામે આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે મેક્સિકોના શહેર ઇરાપુઆતોમાં કેટલાક અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં 12 લોકોના મોત થયા હતા. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે શનિવાર સાંજે ઇરાપુઆટોમાં બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો અને એક પછી એક 12 લોકોની હત્યા કરી. અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોમાં 6 મહિલાઓ અને 6 પુરૂષોનો સમાવેશ થાય છે.

પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
મરી ગયેલ હડકાઈ ભેસનુ દૂઘ પિનારાઓએ રસી લેવા કરી દોડાદોડી
મરી ગયેલ હડકાઈ ભેસનુ દૂઘ પિનારાઓએ રસી લેવા કરી દોડાદોડી
રમેશભાઈ ઓઝા એ રીલના યુગમાં સનાતન પર ચિંતા વ્યક્ત કરી, જુઓ-Video
રમેશભાઈ ઓઝા એ રીલના યુગમાં સનાતન પર ચિંતા વ્યક્ત કરી, જુઓ-Video
10 ગીગાવોટ ઉત્પાદનનું અમારુ લક્ષ્યાંક : ડૉ. ફારૂક પટેલ
10 ગીગાવોટ ઉત્પાદનનું અમારુ લક્ષ્યાંક : ડૉ. ફારૂક પટેલ
મોહન ભાગવત બે દિવસીય ગુજરાત મુલાકાતે
મોહન ભાગવત બે દિવસીય ગુજરાત મુલાકાતે
બે દિવસમાં એક જ સોસાયટીમાં લિફ્ટમાં ફસાવાના બે બનાવ
બે દિવસમાં એક જ સોસાયટીમાં લિફ્ટમાં ફસાવાના બે બનાવ
અમદાવાદમાં મોડી રાત્રે 3 ફેક્ટરીમાં લાગી આગ,એક ઘટનામા 2 વ્યક્તિ દાઝ્યા
અમદાવાદમાં મોડી રાત્રે 3 ફેક્ટરીમાં લાગી આગ,એક ઘટનામા 2 વ્યક્તિ દાઝ્યા
g clip-path="url(#clip0_868_265)">