મુંબઈ લોકલ ટ્રેનમાં ‘સ્કર્ટ’ પહેરીને વ્યક્તિએ કર્યું કેટવોક, આંખો ફાડીને લોકો જોવા લાગ્યા, જુઓ Viral Video

TV9 GUJARATI

|

Updated on: Mar 19, 2023 | 6:45 PM

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયોએ ખળભળાટ મચાવી દીધો છે. કદાચ તમે પણ આ વીડિયો જોયો જ હશે, જેમાં સ્કર્ટ પહેરેલ એક વ્યક્તિ મુંબઈની લોકલ ટ્રેનમાં કેટવોક કરતો જોવા મળે છે.

મુંબઈ લોકલ ટ્રેનમાં 'સ્કર્ટ' પહેરીને વ્યક્તિએ કર્યું કેટવોક, આંખો ફાડીને લોકો જોવા લાગ્યા, જુઓ Viral Video
Image Credit source: Instagram

સમાજમાં રહેતા દરેક વ્યક્તિની પોતાની આગવી ઓળખ હોય છે. અહીં છોકરીઓ માટે અને છોકરાઓ માટે અલગ ડ્રેસ બનાવવામાં આવ્યો છે. તમે રણવીર સિંહને જાણતા જ હશો, જે હંમેશા તેની અતરંગી અને લેડીઝ ડ્રેસિંગ સ્ટાઈલ માટે ટ્રોલ કરવામાં આવે છે. તે ઘણી વખત આવા કપડામાં જોવા મળ્યો છે, જેના કારણે તેની તુલના છોકરીઓ સાથે કરવામાં આવે છે.

આ પણ વાચો: Viral Video:  દો ઘૂંટ ગીત પર મુંબઈ લોકલ ટ્રેનમાં વૃદ્ધોએ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો જોઈને લોકોએ આપી આવી પ્રતિક્રિયા

ભારતીય સમાજ ક્યારેય લોકોને તેમની ઈચ્છાનું પાલન કરવા દેતો નથી. તે માત્ર બોલવાની અને બેસવાની રીતને જ નહીં, પણ કપડાં પહેરવાની સ્ટાઈલને પણ નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે. જો કે, સદ્ભાગ્યે કેટલાક હિંમતવાન લોકો છે, જે સમાજના કહેવાતા બંધનોને તોડવાની શક્તિ તેમનામાં રાખે છે.

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયોએ ખળભળાટ મચાવી દીધો છે. કદાચ તમે પણ આ વીડિયો જોયો જ હશે, જેમાં એક વ્યક્તિ મુંબઈની લોકલ ટ્રેનમાં કેટવોક કરતો જોવા મળી રહ્યો છે. આ વ્યક્તિનું નામ શિવમ ભારદ્વાજ હોવાનું કહેવાય છે, જેણે મુંબઈની ભીડભાડવાળી લોકલ ટ્રેનમાં કુર્તા સાથે સ્કર્ટ પહેરીને કેટવોક કર્યું હતું.

તેમને જોઈને ત્યાં હાજર પેસેન્જરો સ્તબ્ધ થઈ ગયા અને જોવા લાગ્યા. ‘ધ મેન ઇન અ સ્કર્ટ’ તરીકે લોકપ્રિય, શિવમ ભારદ્વાજની ડ્રેસિંગ સ્ટાઇલ તમને એવા કપડાં પહેરવા માટે સ્વ-પ્રેરણા આપશે જે તમે હંમેશા પહેરવા માંગતા હતા પરંતુ ‘લોગ ક્યા કહેંગે’ના ડરને કારણે ક્યારેય ન કરી શક્યા હતા.

લોકોએ કરી પ્રશંસા

શિવમ એક ફેશન બ્લોગર છે અને હંમેશા ઇન્સ્ટાગ્રામ પર મેકઅપ વીડિયો પોસ્ટ કરે છે. શિવમ પોતાને સ્ટ્રગલિંગ કન્ટેન્ટ સર્જક માને છે. તે કહે છે કે દરેક લોકો તેની સામગ્રીની પ્રશંસા કરતા નથી. જોકે તેને આશ્ચર્ય થયું હતું કે લોકોએ તેના સ્કર્ટ સાથેનો તેનો ડેબ્યૂ વીડિયો પસંદ કર્યો હતો અને અન્ય કોઈએ તેની ડ્રેસિંગ સ્ટાઇલ વિશે નકારાત્મક ટિપ્પણી કરી ન હતી.

સ્કર્ટ પહેરીને પોસ્ટ કરેલા વિડિયોનો ચોંકાવનારો હતો

તેમણે કહ્યું કે, હું એક્સપેરિમેન્ટ કરી રહ્યો હતો. આ અંતર્ગત એક દિવસ મેં સ્કર્ટ પહેર્યું અને તેની તસવીર લેવાનું નક્કી કર્યું. મેં તે સ્કર્ટ પહેરીને પોસ્ટ કરેલા વિડિયોનો ચોંકાવનારો હતો. જો કે તે સમયે મારા માત્ર 5000 જેટલા ફોલોઅર્સ હતા, પરંતુ કોઈએ તેના પર દ્વેષપૂર્ણ ટિપ્પણી કરી ન હતી. શિવમ કહે છે કે હવે તેની પોસ્ટ પરની મોટાભાગની કમેન્ટ સકારાત્મક અને સહાયક છે, જેમ કે તે હંમેશા ઇચ્છતા હોય.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati