AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વરઘોડામાં ઢોલીઓની ડિજીટલ જમાવટ, Viral Video જોઈ લોકોએ કહ્યું જબરુ લાયા ભઈ !

હવે લગભગ બધું ઓનલાઈન થાય છે. તમારે તમારી સાથે રોકડ રાખવાની પણ જરૂર નથી અને તમારા બધા કામ આરામથી થઈ જશે. હવે લગ્નોમાં પણ લોકો ઓનલાઈન પેમેન્ટ કરે છે જેનો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જે ખૂબ જ ફની છે.

વરઘોડામાં ઢોલીઓની ડિજીટલ જમાવટ, Viral Video જોઈ લોકોએ કહ્યું જબરુ લાયા ભઈ !
Wedding Viral VideoImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2022 | 3:45 PM
Share

એક સમય હતો જ્યારે બધું માત્ર રોકડથી જ થતું હતું. ભલે તમારે કોઈ વસ્તુ ખરીદવાની હોય કે ક્યાંક મુસાફરી કરવી હોય કે પછી લગ્નમાં જવાનું હોય. રોકડ વગર કામ ચાલતું નહોતું, પણ હવે જમાનો ઓનલાઈન (Online Payment)થઈ ગયો છે. હવે લગભગ બધું ઓનલાઈન થાય છે. તમારે તમારી સાથે રોકડ રાખવાની પણ જરૂર નથી અને તમારા બધા કામ આરામથી થઈ જશે. હવે લગ્નોમાં પણ લોકો રોકડ નથી લાવી રહ્યા, કારણ કે અહીં પણ કામ ઓનલાઈન થઈ રહ્યું છે. લોકો ગૂગલ પે, ફોન-પે અથવા પેટીએમથી જ પૈસા ટ્રાન્સફર કરી રહ્યા છે અને લગ્નની વિધિઓ કરી રહ્યા છે. લગ્નમાં પણ ઓનલાઈન પૈસા ઉડાડવામાં આવી રહ્યા છે અને ઢોલ વગાડનારાઓને પણ એ જ રીતે પૈસા આપવામાં આવી રહ્યા છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જે ખૂબ જ ફની છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પોતાના મોબાઈલમાં પેટીએમ સ્કેનર ચાલુ કરે છે અને તેને વરરાજાના માથાની આસપાસ ફેરવે છે અને પછી ઢોલવાળા પાસે પહોંચે છે. પછી તે ઢોલ પર લાગેલા સ્કેનરથી સ્કેન કરે છે અને તેને 50 રૂપિયા મોકલે છે. તમે દરેક પ્રકારની વસ્તુઓ તો જોઈ જ હશે, પરંતુ ઢોલ વગાડનાર સ્કેનર પણ ઈન્સ્ટોલ રાખે છે અને ઓનલાઈન પૈસા પણ લે છે, આવું તમે ભાગ્યે જ જોયું હશે. ખેર, આ ઓનલાઈનનો જમાનો છે અને આ વીડિયો બતાવે છે કે આ જમાનામાં રોકડની જરૂર નથી, પરંતુ ઓનલાઈન પણ ચાલશે.

આ ફની વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર સુમન રસ્તોગી (Suman Rastogi)નામના યુઝરે શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, પેટીએમ કરો…બિહારના લગ્નમાં પણ. ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો તે ભારતીયો સારી રીતે જાણે છે. માત્ર 27 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખ 54 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 6 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘દેશ ઘણો આગળ વધી ગયો છે’ તો બીજા યુઝરે લખ્યું છે કે, ‘આ યોગ્ય છે ભાઈ’.

g clip-path="url(#clip0_868_265)">