Viral: કાકાને દિપડાની સળી કરવી ભારે પડી, લોકોએ કહ્યું હવે કાકા જીવનભર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરશે

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ કોઈ પણ અર્થ વગર પાંજરામાં બંધ દીપડાને હેરાન કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ દરમિયાન કંઈક એવું બને છે જેને જોઈને બધા દંગ રહી જાય છે.

Viral: કાકાને દિપડાની સળી કરવી ભારે પડી, લોકોએ કહ્યું હવે કાકા જીવનભર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરશે
Funny Viral Video (Image Credit Source: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 12:20 PM

એવું કહેવાય છે કે શિકારી પ્રાણી હંમેશા શિકારી જ રહે છે, ભલે તે પાંજરામાં બંધ હોય. તે ક્યારેય તેની આક્રમક શૈલી બદલતો નથી. ઘણા લોકો જંગલી પ્રાણીઓ (Wild Animals)ને નજીકથી જોવા માટે પ્રાણી સંગ્રહાલયમાં જાય છે, પરંતુ કેટલીકવાર કેટલાક લોકો તેમની નાની ભૂલને કારણે મોટી દુર્ઘટનાનો શિકાર બની જાય છે. આવો જ એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ એક જંગલી પ્રાણીને સીધુસાદુ સમજીને તેને પરેશાન કરી રહ્યો છે અને પછી તેની સાથે જે થયું તે ખરેખર ચોંકાવનારું હતું.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક દીપડો ઝાડીઓની વચ્ચે લોખંડના પાંજરામાં કેદ છે. આ દરમિયાન એક વ્યક્તિ હાથમાં લાકડું લઈને તેની પાસે આવે છે અને તેને પિંજરામાં મૂકીને પજવણી કરવા લાગે છે. પરંતુ દીપડો તેના દાંત વડે લાકડાને પકડીને તેમાંથી બચવાનો પ્રયાસ કરે છે. વ્યક્તિની આ હરકતથી દીપડો ગુસ્સે થઈ જાય છે અને પછી તે વ્યક્તિને ઝડપથી પાંજરા તરફ ખેંચે છે. પીંજરાની નજીક પહોંચતા જ વ્યક્તિ જોરથી બૂમો પાડવા લાગે છે. પરંતુ ત્યાં હાજર અન્ય એક વ્યક્તિ તેને બચાવે છે. આ રીતે વ્યક્તિનો જીવ બચી જાય છે. નહીંતર દીપડો તેને વધુ નુકસાન પણ કરી શકે તેમ હતો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ વીડિયો ભારતીય વન સેવા અધિકારી સુશાંત નંદાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું, “તત્કાલ કર્મ… અંત સુધી જુઓ. જંગલી પ્રાણીઓની નજીક ક્યારેય ન જાવ, ખાસ કરીને જ્યારે તેઓ તણાવમાં હોય. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 34 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું કે આ અકસ્માત બાદ હવે આ વ્યક્તિ જીવનભર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરશે. ત્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આગલી વખતે કોઈને પરેશાન કરતા પહેલા સો વખત વિચારશે.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

આ પણ વાંચો: નાની ડુંગળીની નિકાસમાં ભારતની મોટી છલાંગ, ગુજરાત બીજા નંબરે તો આ રાજ્ય રહ્યું પ્રથમ

આ પણ વાંચો: Viral: 4 વર્ષના બાળકનું અદ્ભુત સ્કેટિંગ, સુંદર દશ્ય અને રમણીય નજારાએ લોકોના દિલ જીત્યા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">