નાની ડુંગળીની નિકાસમાં ભારતની મોટી છલાંગ, ગુજરાત બીજા નંબરે તો આ રાજ્ય રહ્યું પ્રથમ

આપણા દેશમાંથી નિકાસ થતી ખાદ્ય ચીજોની સાથે અનાજ, શાકભાજી, ફૂલો અને ફળોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળે છે. નાની ડુંગળી (Onion)ની નિકાસના મામલે પણ ભારત નવી ઊંચાઈએ પહોંચી ગયું છે.

નાની ડુંગળીની નિકાસમાં ભારતની મોટી છલાંગ, ગુજરાત બીજા નંબરે તો આ રાજ્ય રહ્યું પ્રથમ
Onion Price - Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 9:37 AM

ભારત કૃષિ નિકાસના ક્ષેત્ર (Agriculture Export)માં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. આપણા દેશમાંથી નિકાસ થતી ખાદ્ય ચીજોની સાથે અનાજ, શાકભાજી, ફૂલો અને ફળોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળે છે. નાની ડુંગળી (Onion)ની નિકાસના મામલે પણ ભારત નવી ઊંચાઈએ પહોંચી ગયું છે. 2013થી અત્યાર સુધીમાં 487 ટકાનો વધારો જોવા મળ્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરી (Kailash Choudhary)એ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.

તેમણે લખ્યું, ‘ભારતની નાની ડુંગળીની વૈશ્વિક નિકાસમાં 487 ટકાનો વધારો થયો છે. એપ્રિલથી ડિસેમ્બર 2013માં 2 મિલિયન ડોલરની નિકાસ થઈ હતી જે એપ્રિલથી ડિસેમ્બર 2021માં વધીને 11.6 મિલિયન ડોલર થઈ ગઈ છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે નાની ડુંગળીએ મોટો ઉછાળો આપ્યો છે અને નિકાસમાં 487 ટકાનો વધારો નોંધાયો છે. તેમણે કહ્યું કે આ ઐતિહાસિક વધારો છે અને ખેડૂતોને ઉત્પાદનનો લાભ મળી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ડુંગળીના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે

ભારતમાં દર વર્ષે લગભગ 200 લાખ ટન ડુંગળીનું ઉત્પાદન થાય છે. કુલ ઉત્પાદનના 90 ટકા સુધીનો ઉપયોગ સ્થાનિક વપરાશ માટે થાય છે જ્યારે બાકીનો સ્ટોક નિકાસ કરવામાં આવે છે. ભારત દર વર્ષે ઘણા દેશોમાં ડુંગળીની નિકાસ કરે છે. જો ભારતની વાત કરીએ તો અહીં ડુંગળીના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર પ્રથમ નંબરે છે. ગુજરાત બીજા નંબરે છે. હરિયાણા, ઓડિશા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનના ખેડૂતો પણ મોટાપાયે ડુંગળીની ખેતી કરે છે. આ ખેડૂતોને પણ નિકાસ વધારીને ફાયદો થાય છે.

સૌથી વધુ ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં આ વખતે ડુંગળીના ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે. કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર ઉનાળામાં ઉગાડવામાં આવતી ડુંગળીના ઉત્પાદનમાં 30 ટકાનો વધારો થયો છે. જો ભારત સરકાર નિકાસ નીતિમાં કોઈ ફેરફાર નહીં કરે તો તેનાથી ખેડૂતોને ફાયદો થશે. ઘણી વખત દેશમાં ડુંગળીના ભાવમાં વધારો થયા બાદ સરકાર નિકાસ પર પ્રતિબંધ મૂકે છે.

ચાલુ નાણાકીય વર્ષમાં કૃષિ નિકાસ $50 બિલિયન સુધી પહોંચી શકે છે

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત કૃષિ નિકાસના ક્ષેત્રમાં નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. ગયા મહિને જ વાણિજ્ય મંત્રાલયે કહ્યું હતું કે દેશ આ વખતે કૃષિ નિકાસના ક્ષેત્રમાં નવા રેકોર્ડ બનાવી શકે છે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની કૃષિ નિકાસ $50 બિલિયનને પાર થવાની ધારણા છે. મંત્રાલયે તેના નિવેદનમાં કહ્યું હતું કે વર્તમાન વૃદ્ધિ સ્તરને જોતાં, ભારતની કૃષિ નિકાસ પ્રથમ વખત $ 50 બિલિયનનો આંકડો પાર કરી શકે છે, જે ઈતિહાસમાં સૌથી વધુ હશે.

આ પણ વાંચો: WhatsApp કોલમાં આવશે હવે ડબલ મજા, Android અને iOS યુઝર્સને મળશે આ સુવિધા

આ પણ વાંચો: Technology: બ્રાઉઝર અને સ્માર્ટફોન પર ગૂગલ ચેટ કેવી રીતે કરવું એક્ટિવેટ, આ છે સરળ પ્રોસેસ

g clip-path="url(#clip0_868_265)">