Video : કુતરાને બચાવવા આ વ્યક્તિએ પોતાનો જીવ મુક્યો જોખમમાં ! ધબકારા વધારી દેતો વીડિયો થયો વાયરલ

આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ ચર્ચામાં આવ્યો છે.જેમાં એક વ્યક્તિ જે રીતે કુતરાને બચાવવા પોતાનો જીવ જોખમમાં મુકે છે,તે જોઈને તમે પણ દંગ રહી જશો.

Video : કુતરાને બચાવવા આ વ્યક્તિએ પોતાનો જીવ મુક્યો જોખમમાં ! ધબકારા વધારી દેતો વીડિયો થયો વાયરલ
Man runs on railway track to save a dog
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 12:24 PM

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર પ્રાણી સંબધિત વીડિયો (Animals Video) વાયરલ થતા જોવા મળે છે,જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ પણ આશ્વર્ય ચકિત થઈ જાય છે.તમે અત્યાર સુધી પ્રાણીઓના રેસ્કયુ(Rascue)  સંબધિત વીડિયો ઘણા જોયા હશે.પરંતુ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક કુતરાને(Dog)  બચાવવા એક વ્યક્તિ પોતાનો જીવ પણ દાવ પર લગાવી દેશે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.

કુતરાનો જીવ બચાવવા આ વ્યક્તિએ કંઈક આવુ કર્યુ

સામાન્ય રીતે આપણને બાળપણથી જ શીખવવામાં આવે છે કે માનવતાથી મોટુ કોઈ નથી. ત્યારે આ કહેવતને સાર્થક કરતો આવો જ એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. કુતરાનો જીવ બચાવનાર આ વ્યક્તિનો વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ (Dipanshu Kabra)ટ્વિટર પર શેર કર્યો છે. તેણે આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, વ્યક્તિએ કૂતરાને બચાવવા માટે પોતાનો જીવ દાવ પર લગાવી દીધો…… સાચો હીરો….

જુઓ વીડિયો

યુઝર્સ આ હિરોની કરી પ્રશંશા

આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ રેલવે ટ્રેક(Railway Track)  પર બાંધેલા કૂતરાનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુકે છે. તે માણસ દોડતો દોડતો રેલ્વે ટ્રેક પર આવે છે અને દોરડા વડે બાંધેલા કૂતરાનું દોરડું ખોલવા લાગે છે. આ દરમિયાન પાછળથી એક સ્પીડમાં ટ્રેન આવતી દેખાય છે. જોકે, માણસે દોરડું ખોલીનેુ કુતરાને ટ્રેનની અડફેટે આવતા બચાવી લીધો. જેવો તે માણસ કુતરા સાથે પાટા પરથી દૂર જાય છે, કે તરત જ એક સ્પીડિંગ ટ્રેન (Train) ત્યાંથી પસાર થાય છે. આ દિલધડક દ્રશ્યો જોઈને તમે પણ ચોંકી જશો.

તમને જણાવી દઈએ કે,આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યક્તિ જોઈ ચૂક્યા છે.યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે લખ્યુ કે, વાહ…આ માણસે માનવતાનુ ઉતમ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ આ વ્યક્તિની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Viral video : આ બાળકે નોરા ફતેહીના દિલબર-દિલબર ગીત પર લગાવ્યા ઠુમકા, વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

Latest News Updates

વર્લ્ડ કપને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે અંતિમ તૈયારીઓ
વર્લ્ડ કપને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે અંતિમ તૈયારીઓ
ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 2 લોકોના મોત
ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 2 લોકોના મોત
પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો
પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો
નર્મદાના પૂર મુદ્દે ભાજપ સાંસદનું ચોંકાવનારૂ નિવેદન, જુઓ Video
નર્મદાના પૂર મુદ્દે ભાજપ સાંસદનું ચોંકાવનારૂ નિવેદન, જુઓ Video
ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
અંબાજી પગપાળા જતા વ્યક્તિને હાર્ટ એટેક આવતા ટ્રાફિક પોલીસ બની દેવદૂત
અંબાજી પગપાળા જતા વ્યક્તિને હાર્ટ એટેક આવતા ટ્રાફિક પોલીસ બની દેવદૂત
પોલીસની લોખંડી સુરક્ષા વચ્ચે વિધ્નહર્તાનું કૃત્રિમ તળાવમાં થશે વિસર્જન
પોલીસની લોખંડી સુરક્ષા વચ્ચે વિધ્નહર્તાનું કૃત્રિમ તળાવમાં થશે વિસર્જન
Bhavanagar : વરતેજ પોલીસની હદમાં જ દારુનો કારોબાર ધમધમી રહ્યો છે !
Bhavanagar : વરતેજ પોલીસની હદમાં જ દારુનો કારોબાર ધમધમી રહ્યો છે !
Ahmedabad : નાગાલેન્ડની યુવતીને ઢોર માર મારનાર સ્પા સંચાલક ભૂગર્ભમાં !
Ahmedabad : નાગાલેન્ડની યુવતીને ઢોર માર મારનાર સ્પા સંચાલક ભૂગર્ભમાં !
Surat : ATMમાં નાણાં ચોરતી ગેંગ સકંજામાં
Surat : ATMમાં નાણાં ચોરતી ગેંગ સકંજામાં