Viral: કિકથી સ્ટાર્ટ થતી આ જીપએ જીત્યુ આનંદ મહિન્દ્રાનું દિલ, કરી દીધી બોલેરો આપવાની ઓફર
આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર હાલ એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક વ્યક્તિએ એવી જીપ બનાવી છે જે બાઇકની જેમ કિકથી સ્ટાર્ટ થાય છે. જુગાડનો આ વીડિયો જોઈને ચોંકી જશો.
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ એક્ટિવ છે, તેઓ દરરોજ કેટલાક વીડિયો અને ફોટો શેર કરતા રહે છે. જે યુઝર્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. હાલના સમયમાં તેમનો શેર કરેલો વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે, જેને જોયા પછી તમને પણ સમજાઈ જશે કે આપણા લોકો જુગાડના નિષ્ણાત કેમ કહેવાય છે.
વાયરલ થઈ રહેલા વીડિયો (Viral Videos)માં તમે જોઈ શકો છો કે મહિન્દ્રા જીપના લુક સાથે એક નાનું વાહન જોઈ શકાય છે. તેમાં ચાર પૈડાં છે અને જીપની જેમ ચાર જણને બેસવા માટે ભાગ્યે જ જગ્યા છે. આ વીડિયો (Funny Viral Videos)ની મજાની વાત એ છે કે જ્યારે વીડિયોમાં દેખાતો વ્યક્તિ જીપને કિક મારીને સ્ટાર્ટ કરે છે. વીડિયોમાં આ વ્યક્તિ આ નાની જુગાડુ જીપ ચલાવતો પણ જોવા મળી રહ્યો છે.
વીડિયો શેર (Twitter)કરતાં આનંદ મહિન્દ્રા (Anand Mahindra) એ લખ્યું, ‘સ્પષ્ટપણે આ કાર નથી, પરંતુ હું આપણા લોકોની સરળતા અને ‘ન્યૂનતમ’ ક્ષમતાના વખાણ કરવાનું ક્યારેય બંધ કરીશ નહીં. હું તેમને આ જીપના બદલામાં બોલેરો આપવાની ઓફર કરીશ. તેમની આ સર્જનાત્મકતા MahindraResearchValley માં પ્રદર્શિત કરવામાં આવશે, જેથી કરીને આપણે પ્રેરિત થઈ શકીએ, કારણ કે તે ઓછા સંસાધનો સાથે વધુ કામ કરવા જેવું છે.”
આનંદ મહિન્દ્રા દ્વારા શેર કરવામાં આવ્યા બાદ બુધવારે બપોર સુધીમાં આ વીડિયોને 3.27 લાખ વ્યૂઝ મળ્યા છે. એટલું જ નહીં, આ વીડિયોને અત્યાર સુધીમાં 15 હજાર લોકોએ લાઈક કર્યો છે અને લગભગ 1500 વખત રિટ્વીટ કર્યો છે.
This clearly doesn’t meet with any of the regulations but I will never cease to admire the ingenuity and ‘more with less’ capabilities of our people. And their passion for mobility—not to mention the familiar front grille pic.twitter.com/oFkD3SvsDt
— anand mahindra (@anandmahindra) December 21, 2021
તમને જણાવી દઈએ કે યુટ્યુબ ચેનલ હિસ્ટોરીકાનો અનુસાર આ અનોખા વાહનને બનાવનાર વ્યક્તિનું નામ દત્તાત્રેય લોહાર છે. ઓછું ભણેલા હોવા છતાં પુત્રની ઈચ્છા પૂરી કરવા માટે આ વાહન બનાવવામાં આવ્યું છે. આ ફોર વ્હીલ વાહન માત્ર 60,000 રૂપિયામાં બનાવવામાં આવ્યું છે. તેમાં કિક-સ્ટાર્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે, જે સામાન્ય રીતે ટુ વ્હીલર્સમાં જોવા મળે છે.
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આનંદ મહિન્દ્રા પહેલાથી જ ઈનોવેશનને પ્રોત્સાહન આપવા માટે પ્રખ્યાત છે. આવી જ ઘટના ઘણા વર્ષો પહેલા બની હતી, જ્યારે તેમણે બૂટ હોસ્પિટલના બેનર સાથે દુકાન ચલાવતા એક વ્યક્તિનો ફોટો જાહેર કર્યો હતો.
આ પણ વાંચો: Viral: દાદાએ સાત સમંદર પાર ગીત પર કર્યો અદ્ભૂત ડાન્સ, જૂઓ આ મજેદાર વીડિયો
આ પણ વાંચો: Pfizer ની ગોળી Paxlovidને અમેરિકામાં મંજૂરી, 12 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોમાં મૃત્યુનું જોખમ ઘટાડશે