પતિને પોતાની જ પત્નીને કિસ કરવી પડી ભારે, જુઓ આ Viral Video

પોલીસે જણાવ્યું કે આ ઘટના અંગે કોઈ ફરિયાદ મળી નથી. જો કે, પોલીસ (Police) આ મામલે તપાસ કરી રહી છે અને દંપતી અને હુમલો કરનાર કથિત બદમાશોને શોધવાનો પ્રયાસ કરી રહી છે. અહીં સંતોએ આ મામલે નારાજગી વ્યક્ત કરી છે અને વ્યક્તિને માર મારવાની ઘટનાને યોગ્ય ગણાવી છે.

પતિને પોતાની જ પત્નીને કિસ કરવી પડી ભારે, જુઓ આ Viral Video
Ayodhya Ram Ki PaidiImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 10:37 AM

અયોધ્યામાં રામ કી પૌડી(Ayodhya Ram Ki Paidi)નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં નદીમાં નહાતી વખતે પતિ તેની પત્નીને ચુંબન કરે છે (Husband Kissing Wife on Ghat). ઘાટની આસપાસ હાજર લોકો પતિના આ કૃત્યથી નારાજ થાય છે અને તેનો વિરોધ કરે છે. એટલું જ નહીં, લોકોએ યુવકને ઘેરી લીધો અને મારપીટ કરી. આ દરમિયાન તેની પત્ની તેના પતિને છોડવા માટે રડતી રહી. આ ઘટના મંગળવારે બની હતી. જેના કેટલાક વીડિયો બુધવારે વાયરલ થયા હતા (Husband-Wife Viral Video). એક વીડિયોમાં પતિ તેની પત્નીને કિસ કરતો જોવા મળી રહ્યો છે અને બીજા વીડિયોમાં તેને માર મારવામાં આવી રહ્યો છે.

વાસ્તવમાં, મંગળવારે અયોધ્યામાં રામના ચરણોમાં સ્નાન કરતી વખતે એક વ્યક્તિએ તેની પત્નીને ચુંબન કર્યું હતું. આ જોઈને આસપાસના લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. લોકોએ આરોપ લગાવ્યો હતો કે કપલ એક સાથે સ્નાન કરીને અશ્લીલતા ફેલાવી રહ્યું છે. લોકોએ વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે જાહેર સ્થળોએ આવી અભદ્રતા ન કરવી જોઈએ. વાત અહી અટકી ન હતી. આ પછી લોકોએ 30 વર્ષના યુવકને માર માર્યો હતો. જેના કારણે તેને થોડી ઈજાઓ પણ થઈ હતી.આ દરમિયાન તેની પત્ની તેના પતિને છોડી દેવાની આજીજી કરતી રહી અને અન્ય લોકો ઘટનાનો વીડિયો બનાવતા રહ્યા. બુધવારે આ ઘટનાઓનો વીડિયો વાયરલ થયો હતો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

સંતોએ યુવાનને માર મારવાની ઘટનાને યોગ્ય ઠેરવી

પોલીસે જણાવ્યું કે આ ઘટના અંગે કોઈ ફરિયાદ મળી નથી. જો કે, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને દંપતી અને હુમલો કરનાર કથિત બદમાશોને શોધવાનો પ્રયાસ કરી રહી છે. અહીં સંતોએ આ મામલે નારાજગી વ્યક્ત કરી છે અને વ્યક્તિને માર મારવાની ઘટનાને યોગ્ય ગણાવી છે. શ્રીરામવલ્લભકુંજના વડા સ્વામી રાજકુમાર દાસે કહ્યું કે જાહેર સ્થળો પર આવી અભદ્રતા કરવી યોગ્ય નથી. તીર્થસ્થળો પર ધર્મ અને મર્યાદાનું પાલન કરવું જોઈએ. જાહેર સ્થળોએ આ પ્રકારની અભદ્રતા થશે તો સમાજના લોકોમાં ખોટો સંદેશ જશે.

ત્યારે હનુમત નિવાસના મહંત ડો.મિથિલેશ નંદિની શરણે કહ્યું કે લોકોએ તેમને માર મારીને સારું કર્યું. હકીકતમાં, ઉનાળા દરમિયાન, સરયુ કિનારે પ્રવાસીઓની ભીડ હોય છે. આવી સ્થિતિમાં અયોધ્યાના લોકોની સાથે બહારથી પણ ઘણા લોકો રામનગરી પહોંચીને ડૂબકી લગાવે છે.

અયોધ્યા પોલીસે કહ્યું કે અધિકારીઓને આ મામલે તપાસ કરવા અને જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે. અયોધ્યા પોલીસે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “ઈન્ચાર્જ પોલીસ સ્ટેશન કોતવાલી અયોધ્યાને તપાસ કરવા અને જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.”

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">