Accident: ગાઝિયાબાદમાં કાર સાથે અથડાઈ બાઈક, અકસ્માત થતાં જ માણસ હવામાં ફંગોળાયો, જુઓ વીડિયો

|

Apr 23, 2022 | 5:00 PM

ગાઝિયાબાદના (Ghaziabad) વેવ સિટીમાં કાર અને બાઈક સામ સામે અથડાઈ હતી. આ ટક્કરથી બાઇક સવાર હવામાં ઉડ્યો હતો. આ અકસ્માતમાં બાઇક સવારની હાલત નાજુક છે.

Accident: ગાઝિયાબાદમાં કાર સાથે અથડાઈ બાઈક, અકસ્માત થતાં જ માણસ હવામાં ફંગોળાયો, જુઓ વીડિયો
car and bike accident

Follow us on

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ (Ghaziabad) વેવ સિટીમાં કવિ નગર પોલીસ સ્ટેશન (Kavi Nagar Police Station) વિસ્તારમાં એક કાર બાઇક સાથે અથડાયા બાદ બાઇક સવાર હવામાં ફંગોળાયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થયેલી છે.

જુઓ અકસ્માતનો વાઈરલ વીડિયો…

સીસીટીવીમાં ઘટના કેદ

સીસીટીવી વિડિયોમાં બાઇક સવાર ખાલી રસ્તા પર ડ્રાઇવિંગ કરતો જોવા મળે છે. જ્યારે અચાનક સ્પીડમાં કાર ધસમસતી આવે છે અને બાઇકને જોરદાર ટક્કર મારે છે. કાર જેમ-જેમ આગળ વધે છે તેમ-તેમ બાઈક સવાર હવામાં ફંગોળાતો જોવા મળી રહ્યો છે.

ઈજાગ્રસ્ત બાઇક સવાર હોસ્પિટલમાં દાખલ

મીડિયા અહેવાલો અનુસાર અકસ્માત થયા બાદ બાઇક સવાર ઈજાગ્રસ્ત થયો હતો. તેને મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. યુવકની હાલત બગડ્યા બાદ ઈજાગ્રસ્ત (Injured) બાઈક વાળાને કવિ નગર પોલીસ સ્ટેશન વિસ્તારની કોલંબિયા એશિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર પુરૂષની હાલત હજી પણ નાજુક છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Congo Train Accident: આફ્રિકન દેશ કોંગોમાં ભીષણ ટ્રેન દુર્ઘટના, 60થી વધુ લોકોના મોત, 100થી વધુ ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:  Accident in Canada: કેનેડાના ટોરોન્ટોમાં ગંભીર અકસ્માત, પાંચ ભારતીય વિદ્યાર્થીઓના થયા મોત

Next Article