Video: શખ્સે કર્યો એવો ખતરનાક સ્ટંટ જોઈને જ પરસેવો વળી જાય, લોકોએ કહ્યું આ ટ્રાઈ ન કરાય
આજકાલ યુવાનોમાં પણ સ્ટંટનો ક્રેઝ ઘણો વધી ગયો છે. આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ (Viral Video)થતા હોય છે, જેમાં લોકો વિવિધ પ્રકારના ખતરનાક સ્ટંટ કરતા જોવા મળે છે.
સ્ટંટ (Stunt)એ બાળકોનો ખેલ નથી. કોઈપણ સ્ટંટ કરવા માટે, લોકોએ પહેલા સખત તાલીમ લેવી પડે છે, પછી તે સ્ટંટમાં સંપૂર્ણતા આવે છે. ફિલ્મોમાં તમે ઘણીવાર હીરો કે વિલનને વિવિધ સ્ટંટ કરતા જોશો. તમે વિચારશો કે તે કેટલી સરળતાથી કોઈ સ્ટંટ કરી રહ્યા છે, જ્યારે વાસ્તવિકતા કંઈક બીજી જ છે. તેમને સ્ટંટ કરતા પહેલા ઘણી પ્રેક્ટિસ પણ કરવી પડે છે. ઘણી વખત તેઓ નિષ્ફળ પણ જાય છે.
આજકાલ યુવાનોમાં પણ સ્ટંટનો ક્રેઝ ઘણો વધી ગયો છે. આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ (Viral Video)થતા હોય છે, જેમાં લોકો વિવિધ પ્રકારના ખતરનાક સ્ટંટ કરતા જોવા મળે છે. આવો જ એક વીડિયો આજકાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે ચોંકી જશો.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે હાફ પેન્ટ અને કેપ પહેરેલ એક વ્યક્તિ ખતરનાક સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. તેનું સંતુલન અદ્ભુત છે. બંને પગ ભેગા કરી, તે ખૂબ જ ચોક્કસ રીતે કૂદકો મારે છે અને લાંબા અંતર સુધી આ રીતે કૂદતો જાય છે. જો તેણે સહેજ પણ સંતુલન ગુમાવ્યું હોત, તો તે તરત જ નીચે પડી ગયો હોત, પરંતુ તેણે આ માટે સખત મહેનત અને પ્રેક્ટિસ કરી હશે, તો જ તે આ સ્ટંટ ખૂબ જ સરળતાથી કરી રહ્યો છે. પ્રેક્ટિસ વિના આવા સ્ટંટ ન કરવા જોઈએ, કારણ કે જો તેમાં પડી જાય તો હાથ-પગ તૂટી જવાનો તેમજ જીવનો પણ જોખમ રહે છે.
View this post on Instagram
આ આશ્ચર્યજનક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર parkour_tribe નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 1 લાખ 74 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 18 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. ત્યારે વીડિયો જોયા પછી, લોકોએ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક યુઝર્સે વ્યક્તિના સ્ટંટના વખાણ કર્યા છે, તો કેટલાકે તેને પાગલપણ ગણાવ્યું છે, પરંતુ આ ખતરનાક સ્ટંટ જોઈને લોકો ચોક્કસપણે આશ્ચર્યચકિત થઈ ગયા છે.
નોંધ: આ લેખનો હેતુ ફક્ત મનોરંજનનો છે આ પ્રકારના સ્ટંટ કરતા પહેલા ખુબ પ્રક્ટિસની જરૂર પડે છે અને તેમા જીવનો જોખમ રહેલ છે એટલે આવા સ્ટંટ ન કરવા જોઈએ.
આ પણ વાંચો: Viral: ઝાડ પર મોજથી ઊંઘતો જોવા મળ્યો સિંહનો પરિવાર, લોકોએ કહ્યું ઈટ્સ ફેમિલી ટાઈમ
આ પણ વાંચો: Tech Tips: Truecaller પરથી નામ અને નંબર કેવી રીતે હટાવવા, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ