Viral: ઝાડ પર મોજથી ઊંઘતો જોવા મળ્યો સિંહનો પરિવાર, લોકોએ કહ્યું ઈટ્સ ફેમિલી ટાઈમ

જો કે તમે આજ સુધી ઘણી વખત સિંહોનો શિકાર કરતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય સિંહોના પરિવારને સાથે સમય પસાર કરતા જોયા છે? જો નહીં તો જૂઓ આ વીડિયો.

Viral: ઝાડ પર મોજથી ઊંઘતો જોવા મળ્યો સિંહનો પરિવાર, લોકોએ કહ્યું ઈટ્સ ફેમિલી ટાઈમ
Lion sleeping with his family on tree (Image Credit Source: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 10:52 AM

જો જોવામાં આવે તો જંગલની દુનિયા ખરેખર વિચિત્ર છે. અહીં, કોણ કોનો શિકાર કરે છે તે વિશે કંઈ કહી શકાય નહીં, પરંતુ આ જંગલમાંથી ઘણી વખત એવો વીડિયો આપણી સામે આવે છે (Wildlife video), જેને જોઇને આપણો દિવસ બની જાય છે. આ દિવસોમાં પણ આવો જ એક વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેને જોઈને તમને પણ એકવાર તમારા પરિવારની યાદ આવશે. જો કે તમે આજ સુધી ઘણી વખત સિંહોનો શિકાર કરતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય સિંહોના પરિવારને સાથે સમય પસાર કરતા જોયા છે?

જો નહીં, તો આ દિવસોમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે જોઈને તમે પણ સમજી જશો કે સિંહ પણ એક પારિવારિક પ્રાણી છે અને તેને પોતાના પરિવાર સાથે સમય પસાર કરવો ગમે છે. વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સિંહોનો પરિવાર ખૂબ જ આનંદ સાથે ઝાડ પર સૂઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લાગે છે કે સિંહ પણ તેની બપોરની ઊંઘ ખૂબ જ મસ્તીથી લે છે. આ ક્લિપ કોઈ રાષ્ટ્રીય ઉદ્યાનની લાગે છે, એક હાથી પણ ક્યાંક પાછળથી પસાર થઈ રહ્યો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરા (IPS Dipanshu Kabra)એ શેર કર્યો છે. જેને સમાચાર લખાય છે ત્યાં સુધી 18 હજારથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. આ સાથે લોકો આ વીડિયો પર પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને વધુને વધુ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી છે. એક યુઝરે કહ્યું કે લંચ પછી સારી ઊંઘ જરૂરી છે.’ જ્યારે બીજા યુઝરે લખ્યું કે ફેમિલી ટાઈમ, શાનદાર! આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયોની અલગ-અલગ રીતે પ્રશંસા કરી છે.

આ પણ વાંચો: Google Photos ના આ ત્રણ શાનદાર ઓપ્શનથી મિનિટોમાં શેર કરી શકશો હાઈ ક્વાલિટી ફોટો-વીડિયો, જાણો આ સરળ રીત

આ પણ વાંચો: Viral: IASએ લગ્નમાં બચેલા ભોજનની તસ્વીર કરી શેર, લોકોએ કહ્યું આનાથી કેટલાય ભૂખ્યા ગરીબોનું પેટ ભરી શકાત

g clip-path="url(#clip0_868_265)">