AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : લોન માટેના ફોનથી હેરાન વ્યક્તિએ ટ્રેન ખરીદવા માંગી લીધી 300 કરોડની લોન, બેંક કર્મચારીએ પક્ડયુ માથુ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ફોન પર લોન લેવાની વાત કરી રહ્યો છે, પરંતુ આ વ્યક્તિ કેટલી લોન માંગી રહ્યો છે તે જાણીને ચોક્કસ તમારા પગ નીચેથી એક ક્ષણ માટે જમીન સરકી જશે.

Viral Video : લોન માટેના ફોનથી હેરાન વ્યક્તિએ ટ્રેન ખરીદવા માંગી લીધી 300 કરોડની લોન, બેંક કર્મચારીએ પક્ડયુ માથુ
Man asks loan of 300 crores from the bank to buy the train
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 7:28 AM
Share

બેંકો દરરોજ તેમના ગ્રાહકોને લોન આપવા માટે ફોન કરે છે. ઘણી વખત તેમના બેંક કર્મચારીઓ ગ્રાહકોને ફોન કરીને હેરાન કરે છે, પરંતુ ઘણી વખત એવું બને છે કે ગ્રાહકો પોતે જ બેંકર્સને હેરાન કરે છે. આનાથી સંબંધિત એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલો છે. જેને જોયા પછી તમે હસતા જ રહી જશો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ફોન પર લોન લેવાની વાત કરી રહ્યો છે, પરંતુ આ વ્યક્તિ કેટલી લોન માંગી રહ્યો છે તે જાણીને ચોક્કસ તમારા પગ નીચેથી એક ક્ષણ માટે જમીન સરકી જશે. વાસ્તવમાં વ્યક્તિ ટ્રેન ખરીદવા માટે 300 કરોડની લોન માંગી રહ્યો છે. તે વ્યક્તિના શબ્દો સાંભળીને સ્તબ્ધ થઈ જાય છે અને તેણે આગળ પૂછેલો પ્રશ્ન વધુ આનંદદાયક છે.

આ ફની વીડિયો ટ્વિટર પર @Goldenhrust નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 2.3 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સાથે જ લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ શેર કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર લોકો આ ફની વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘આ વીડિયો એકદમ ફની છે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આપણે આ રીતે કોઈને હેરાન ન કરવું જોઈએ.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયો પર ફની કમેન્ટ્સ કરી છે.

આ પણ વાંચો –

‘કેસોમાં મનફાવે તેવા હુકમો કરીને દાવાઓનો નિકાલ કરવો યોગ્ય નહીં’: હાઇકોર્ટેની નીચલી અદાલતોને ટકોર

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 26 ઓક્ટોબર: ભાગીદારી ફાયદાકારક સાબિત થઈ શકે છે, નોકરીમાં બોસ અને અધિકારીઓ સાથે સંબંધ યોગ્ય રહેશે

આ પણ વાંચો – 

Horoscope Today: દૈનિક રાશિફળ, તુલા 26 ઓક્ટોબર: યુવાનો મુસાફરી અને ડેટિંગનો આનંદ માણશે, તમારા પ્રયત્નો અને મહેનત વ્યવસાયમાં ફળ આપશે

Follow Us
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">