Viral Video : ઈન્ટરનેટ પર જુગાડ સંબધિત વીડિયો અવારનવાર વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક જુગાડ જોઈને લોકો પણ આશ્વર્યચકિત થઈ જાય છે.લોકો સામાન્ય વસ્તુનો જુગાડ કરીને અદ્ભુત ઉપયોગ કરતા જોવા મળે છે.ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વ્યક્તિએ જે રીતે જુગાડ કરીને બાઈકને ટ્રેકટરમાં (Tractor) ટ્રાન્સફર કર્યુ છે, તે જોઈને તમને પણ આશ્વર્ય થશે.
ગજબનો જુગાડ !
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં(Video) જોઈ શકાય છે કે, બાઇક પાર્ક કરેલી છે અને ટ્રેક્ટર ડિઝાઇન કરેલી ટ્રોલી પણ તે બાઇક પાછળ ઉભી છે. જો તમે વિડીયો ધ્યાનથી જોશો બાઇકના પાછળના ભાગમાં એક જાડી લાકડી જોડાયેલી છે, જેનો એક છેડો આ ટ્રોલી સાથે જોડાયેલ છે. બાઇક સાથે જોડવામાં આવેલી આ ટ્રોલીને સામાન લઇ જવા માટે બનાવવામાં આવી છે. બાઈકનુ આ નવુ સ્વરૂપ જોઈને લોકો રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.
જુઓ વીડિયો
View this post on Instagram
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પરથી jugaadu_life_hacks નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ(Users) લખ્યુ કે, પહેલીવાર આવી બાઈક જોવા મળી. જ્યારે અન્ય યુઝર્સ પણ આ જુગાડની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : Video : પાકિસ્તાનીઓનો અનોખો જુગાડ ! નવા મોડેલ પર નીકળેલ પાકિસ્તાનીઓને જોઈને લોકો આઘાતમાં
આ પણ વાંચો : Video : અંઘશ્રધ્ધા કે આસ્થા ? નવરાત્રીમાં જન્મેલા બે માથાવાળા વાછરડાને માનવામાં આવી રહ્યો છે દુર્ગાનો અવતાર