પહાડોમાં 2 કલાક સુધી નેટવર્ક શોધતો રહ્યો આ શખ્સ, સોશિયલ મીડિયામાં Viral થયો અનોખા ઈન્ટરવ્યુંનો કિસ્સો
આ ઓનલાઈન મોડલ શહેરો માટે ઘણું સારું છે પરંતુ ગામડાઓમાં રહેતા લોકોને મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે. હાલમાં જ એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર તેની એક સ્ટોરી શેર કરી છે, જે ખૂબ જ વાયરલ થઈ રહી છે.
જ્યારથી કોરોના (COVID-19) આવ્યો છે ત્યારથી લોકોનું જીવન ઓફલાઈનથી ઓનલાઈન થઈ ગયું છે. ઘરથી બાળકોની શાળા, ઓફિસ ઘરથી, ઓનલાઈન ક્લાસથી લઈને ઓનલાઈન જોબ ઈન્ટરવ્યુ આજના સમયમાં સામાન્ય બની ગયા છે. આ ઓનલાઈન મોડલ શહેરો માટે ઘણું સારું છે પરંતુ ગામડાઓમાં રહેતા લોકોને મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં લોકો તેના વિકલ્પો શોધવા લાગે છે. હાલમાં જ એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર તેની એક સ્ટોરી શેર કરી છે, જે ખૂબ જ વાયરલ થઈ રહી છે.
મામલો મલેશિયાના સારાવાકનો છે, જ્યાં મલેશિયામાં રહેતા 19 વર્ષીય ફ્રેન્ક સ્ટુઅર્ડ પેન્ટિંગને નોકરી મળી હતી અને તેણે ઓનલાઈન ઈન્ટરવ્યુ આપવાનો હતો, પરંતુ નેટવર્કના કારણે તેની નોકરી જતી રહી. આ વ્યક્તિએ ફેસબુક પર પણ પોતાની સ્ટોરી શેર કરી છે, જે ઈન્ટરનેટની દુનિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે.
વાસ્તવમાં ફ્રેન્ક સ્ટુઅર્ડ પેન્ટિંગ નાનપણથી જ શિક્ષક બનવા માંગતો હતો, તેણે આ ડ્રીમ જોબ માટે ખૂબ જ મહેનત અને લગનથી અભ્યાસ કર્યો, તેણે જોબ માટે એપ્લાય કર્યું હતું પણ જ્યારે તેને ઈન્ટરવ્યૂ માટે ફોન આવ્યો ત્યારે તેની ચિંતા વધી ગઈ કારણ કે ગામમાં ઈન્ટરનેટ કનેક્શન ખૂબ જ ખરાબ હતું. આવી સ્થિતિમાં, પોતાની નોકરી બચાવવા માટે, ફ્રેન્ક બે કલાક સુધી પર્વત પર ભટકતો રહ્યો અને સ્થિર નેટવર્કની શોધ કરતો રહ્યો. લગભગ બે કલાક સુધી પહાડ પર ચડ્યા પછી તેને એક એવી જગ્યા મળી જ્યાં ઇન્ટરનેટ કનેક્શન સ્થિર હતું.
આ પછી, ફ્રેન્કે ત્યાં એક સાદડી બિછાવી. પાછળ પડદો લટકાવીને ત્યાં બેસીને પોતાનો ઈન્ટરવ્યુ આપ્યો. આટલું જ નહીં ઈન્ટરવ્યુ દરમિયાન જંતુઓ તેને કરડતા હતા. પણ તેણે એવું બિલકુલ ન લાગવા દીધું અને પોતાનો ઈન્ટરવ્યુ પૂરો કર્યો. લોકોએ ફ્રેન્કના આ પ્રયાસની ખૂબ પ્રશંસા કરી.
એક યુઝરે લખ્યું, ‘હું તમારા ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘તમારો પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘ વ્યક્તિએ આ કામ માટે કેટલી મહેનત કરી છે. આશા છે કે તેને આ નોકરી ચોક્કસ મળી હશે. આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વ્યક્તિની પ્રશંસા કરી હતી.
આ પણ વાંચો: ભારત અને UAEમાં વેપાર કરાર, કરારથી બંને દેશોની આર્થિક ક્ષમતા વધશે નિકાસને ઝડપ મળશે