ભારત અને UAEમાં વેપાર કરાર, કરારથી બંને દેશોની આર્થિક ક્ષમતા વધશે નિકાસને ઝડપ મળશે
વડાપ્રધાને કહ્યું કે તેઓ જમ્મુ અને કાશ્મીરમાં લોજિસ્ટિક્સ, હેલ્થકેર, હોસ્પિટાલિટી સહિતના તમામ ક્ષેત્રોમાં UAE દ્વારા રોકાણને આવકારે છે.
ભારત અને સંયુક્ત આરબ અમીરાતે (United Arab Emirates) શુક્રવારે વેપારી સંબંધોને મજબૂત કરવા અને પરસ્પર સહયોગને વધારવા માટે ભાવિ બ્લુપ્રિન્ટ રજૂ કરવા માટે વ્યાપક આર્થિક જોડાણ કરાર પર હસ્તાક્ષર કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને UAE સશસ્ત્ર દળોના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન(Sheikh Mohammed bin Zayed Al Nahyan) વચ્ચે ડિજિટલ મીટિંગ બાદ આ સમજૂતી થઈ હતી. ભારત વતી વેપાર કરાર પર વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને UAEના આર્થિક બાબતોના પ્રધાન અબ્દુલ્લા બિન તૌક અલ મારીએ હસ્તાક્ષર કર્યા હતા.
ડિજિટલ માધ્યમ દ્વારા યોજાયેલી બેઠકમાં, PM મોદી અને અલ નાહ્યાને ‘પ્રોગ્રેસ ઇન ઇન્ડિયા એન્ડ UAE કમ્પોઝિટ સ્ટ્રેટેજિક એલાયન્સઃ ન્યૂ ફ્રન્ટિયર્સ, ન્યૂ માઇલસ્ટોન્સ’ નામનું સંયુક્ત વિઝન પેપર બહાર પાડ્યું. આ નિવેદનમાં ભારત અને UAE વચ્ચે આગળ દેખાતા સહયોગ માટે રોડમેપ નક્કી કરવામાં આવ્યો છે અને મુખ્ય ક્ષેત્રો અને પરિણામોની ઓળખ કરવામાં આવી છે, એમ સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે CEPA બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર માટે ખૂબ મદદરૂપ થશે, જેમાં વિસ્તૃત માર્કેટ એક્સેસ અને નીચા ટેરિફનો સમાવેશ થાય છે.
CEPA આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપાર વર્તમાન $60 બિલિયનથી વધારીને $100 બિલિયન થવાની ધારણા છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મને ખુબ ખુશી છે કે બંને દેશો આજે વ્યાપક આર્થિક જોડાણ કરાર પર હસ્તાક્ષર કરી રહ્યા છે. નોંધનીય છે કે અમે ત્રણ મહિનાથી ઓછા સમયમાં આવા મહત્વના કરાર પર વાટાઘાટો કરી શક્યા છીએ. સામાન્ય રીતે આ પ્રકારના કરાર માટે વર્ષો લાગે છે.તેમણે કહ્યું કે આ કરાર બંને દેશો વચ્ચે ઊંડી મિત્રતા, સહિયારી દ્રષ્ટિ અને વિશ્વાસને દર્શાવે છે. મને ખાતરી છે કે આ આપણા આર્થિક સંબંધોમાં એક નવા યુગની શરૂઆત કરશે.
The deal is done! 🇮🇳 🤝 🇦🇪
Signed the pathbreaking #IndiaUAECEPA along with the UAE Minister of Economy H.E Abdulla bin Touq Al Marri.
Sky is the limit for our trade & economic ties as we commit to building a shared future & enhancing the prosperity of our people. pic.twitter.com/LJ70VJ8HcE
— Piyush Goyal (@PiyushGoyal) February 18, 2022