Ahmedabad: AMCની સામાન્ય સભામાં કોર્પોરેટરે ઠાલવ્યુ પોતાનું દર્દ, VS હોસ્પિટલની બેદરકારીથી માતાનું મોત થયાનો કર્યો આક્ષેપ

જો એક કોર્પોરેટરની માતાને બચાવવામાં વીએસ હોસ્પિટલ આટલી બેદરકારી રાખે તો સામાન્ય લોકોની હાલત કેટલી પીડાદાયક હશે એ સમજી શકાય છે. કરોડો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ યોગ્ય સારવારથી જનતા વંચિત છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2022 | 6:47 AM

અમદાવાદ(Ahmedabad)માં AMCની સામાન્ય સભા (General meeting)માં VS હોસ્પિટલની ઘોર બેદરકારી (carelessness) સામે આવી છે. અમદાવાદમાં આવેલી VS હોસ્પિટલમાં સામાન્ય લોકો તો પિસાતા જ હોય છે, પરંતુ શહેરના કોર્પોરેટર (Corporator)ની માતાને પણ યોગ્ય સારવાર ન મળતા માતાનું મોત નિપજ્યું છે. જેને લઇને AMCની સામાન્ય સભામાં કોર્પોરેટરે રોષ ઠાલવ્યો હતો.

અમદાવાદમાં કોર્પોરેશનની હોસ્પિટલમાં સામાન્ય લોકોની શું હાલત છે તે સમજવું હોય તો કોર્પોરેટર સમીરા શેખની પીડાને સમજવાની જરૂર છે. જેમની માતાને બચાવવામાં VS હોસ્પિટલના તંત્રએ ઘોર બેદરકારી રાખી. તેમજ આ વ્યથા વ્યક્ત કરતા તેઓ AMCની સામાન્ય સભામાં જ રડી પડ્યા. સમીરા શેખે પોતાની વ્યથા સામાન્ય સભામાં રોષ સ્વરૂપે ઠાલવી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2022-23ના રૂ.8807 કરોડના બજેટને મંજૂરી આપવા બજેટની સામાન્ય સભા મળી હતી. જેમાં બજેટ સત્ર દરમિયાન વી.એસ હોસ્પિટલના બજેટની ચર્ચા શરૂ થઈ ત્યારે જ દરિયાપુરની કોર્પોરેટરનું દર્દ આંખોમાંથી છલકાયું હતું. VS હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતા સમીરા શેખે પોતાની માતાને ગુમાવી અને સામાન્ય સભામાં હોસ્પિટલનો આ અસલી ચહેરો ખુલ્લો પડી ગયો.

જો એક કોર્પોરેટરની માતાને બચાવવામાં વીએસ હોસ્પિટલ આટલી બેદરકારી રાખે તો સામાન્ય લોકોની હાલત કેટલી પીડાદાયક હશે એ સમજી શકાય છે. કરોડો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ યોગ્ય સારવારથી જનતા વંચિત છે. તો બીજીબાજુ મેયરે આ બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, જવાબદાર વ્યક્તિ સામે પગલા લેવામાં આવશે.

AMCની બેઠકમાં અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, એમ.જે. લાયબ્રેરી, વી.એસ હોસ્પિટલ તેમજ AMTS બજેટ અંગે ચર્ચા થઈ હતી. ચર્ચા દરમિયાન વિરોધ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણે કહ્યું હતું કે, ગાંધીજીના જેમ ત્રણ વાંદરા હતા એમ તમામ કમિટીમાં 12 વાંદરાઓ છે એમ કહેતા ભાજપના સભ્યો રોષે ભરાયા હતાં. પોતાની જગ્યા પરથી ઉભા થઇ અને ભાજપના સભ્યોએ વિરોધ કર્યો હતો.

સવાલ એ થઈ રહ્યો છે કે વીએસ હોસ્પિટલમાં જનતાને યોગ્ય સુવિધા સાથે સારવાર ક્યારે મળી રહેશે ? જે સારવાર માટે મોટો ખર્ચ ન કરી શકે તેમનું શું થશે ? કોર્પોરેશનની બેઠકમાં એક કોર્પોરેટરે પીડા વ્યક્ત કરી નથી પરંતુ આ આખા અમદાવાદના સામાન્ય લોકોની પીડા હતી અને આશા છે કે સત્તાધીશોએ પણ આ ઘટના પરથી કોઈ બોધપાઠ લીધો હશે.

આ પણ વાંચો-

Ahmedabad : રેલવે ડિવિઝન દ્વારા સેફ્ટી સેમિનારનું આયોજન કરાયું, કર્મચારીઓને સુરક્ષા અંગે જાગૃત કરાયા

આ પણ વાંચો-

ઓમાનમાં ફસાયેલી નડિયાદની યુવતી કેન્દ્ર સરકારના પ્રયાસોથી પરત ફરી, પરિવારમાં આનંદની લાગણી

Follow Us:
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">