રાનૂ મંડલે પોતાના અંદાજમાં ગાયુ Kacha Badam, વીડિયો જોઇ લોકો બોલ્યા – ‘મૂડ ખરાબ કરી નાખ્યો’

રાનુ મંડલે આ ગીતને સુર અને લયમાં ગાવાની કોશિશ કરી છે, પરંતુ લોકોને તેનો વીડિયો બિલકુલ પસંદ નથી આવી રહ્યો. લોકોએ તેના ગીતની મજાક ઉડાવી છે.

રાનૂ મંડલે પોતાના અંદાજમાં ગાયુ Kacha Badam, વીડિયો જોઇ લોકો બોલ્યા - 'મૂડ ખરાબ કરી નાખ્યો'
Ranu Mondal sings Kacha Badam song
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 4:19 PM

સોશિયલ મીડિયા (Social Media) એક એવું પ્લેટફોર્મ છે જ્યાં લોકો રાતોરાત સ્ટાર બની જાય છે. અહીં અવારનવાર દરેક પ્રકારના વીડિયો વાયરલ થાય છે, જેને લોકો ખૂબ પસંદ પણ કરે છે. આવો જ એક વીડિયો આજકાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બંગાળી વ્યક્તિ પોતાની સ્ટાઈલમાં ગીત ગાઈને બદામ વેચી રહ્યો છે.

હવે આ ગીત સોશિયલ મીડિયા પર એટલું ફેમસ થઈ ગયું છે કે લોકો આ ગીત પર ડાન્સ કરતા પણ જોવા મળી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો આ ગીતને ગાઈને પોતાને ફેમસ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમે રાનુ મંડલનું નામ તો સાંભળ્યું જ હશે. તેનો એક વીડિયો પણ આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ‘કાચા બદામ’ (Kacha Badam) ગીત પોતાની અંદાજમાં ગાતી જોવા મળી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

રાનુ મંડલે આ ગીતને સુર અને લયમાં ગાવાની કોશિશ કરી છે, પરંતુ લોકોને તેનો વીડિયો બિલકુલ પસંદ નથી આવી રહ્યો. લોકોએ તેના ગીતની મજાક ઉડાવી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર shiney_girl78 નામથી શેર કરવામાં આવ્યો છે, જેના પર લોકોએ વિવિધ ફની કોમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું છે, ‘સ્ટોપ’, જ્યારે બીજા યુઝરે કોમેન્ટ કરી છે, ‘તૌબા તૌબા…સારા મૂડ ખરાબ કર દીયા. તેવી જ રીતે અન્ય એક યુઝરે મજાકિયા અંદાજમાં લખ્યું છે કે, ‘ઓ ભાઈ મારો મુજે મારો.

તમને જણાવી દઈએ કે રાનુ મંડલ લતા મંગેશકરનું ગીત ગાઈને રાતોરાત સ્ટાર બની ગઈ હતી. તે પહેલા ફૂટપાથ પર ગાતી હતી, પરંતુ વર્ષ 2019માં તેનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે ‘એક પ્યાર કા નગમા હૈ’ ગીત ગાતી જોવા મળી હતી. તેનું ગીત સોશિયલ મીડિયા પર એટલું વાયરલ થયું કે બોલિવૂડના પ્રખ્યાત સંગીત નિર્દેશક, ગાયક અને અભિનેતા હિમેશ રેશમિયાએ તેને બોલિવૂડમાં એન્ટ્રી પણ આપી દીધી.

આ પછી રાનુ મંડલના ઘણા વધુ વીડિયો વાયરલ થયા હતા, જેમાં તે અલગ-અલગ ગીતો ગાતી જોવા મળી હતી. ગયા વર્ષે પણ તેણે સુપરહિટ ગીત ‘બચપન કા પ્યાર’ ગાઈને ચાહકોને ફરી એકવાર પોતાના અવાજના દિવાના બનાવ્યા હતા. લોકોએ તેના ગીતના જોરદાર વખાણ કર્યા.

આ પણ વાંચો –

Viral Video : ફ્લાઈટમાં એર હોસ્ટેસે અલ્લુ અર્જુનના હૂક સ્ટેપની કરી કોપી, ઈન્ટરનેટ પર છવાયો વીડિયો

આ પણ વાંચો –

VIDEO: શહેરોમાં આવો નજારો જોવા મળે છે કિસ્મતથી, વીડિયો જોઈને તમારું દિલ ખુશ થઈ જશે

g clip-path="url(#clip0_868_265)">