Viral: ‘Kacha Badam’ ગીત ગાનાર ભુવન બદ્યાકરે પોતાના એક્સિડેન્ટ પર બનાવ્યું નવું સોંગ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે આ ગીત તેના અકસ્માત પર કમ્પોઝ કર્યું હતું. તેણે ગીતનું નામ રાખ્યું છે- 'અમાર નોતન ગારી' (Amar Notun Gari). તેનો અર્થ છે- 'મારું નવું વાહન.'
ભુવન બદ્યાકર (Bhuban Badyakar)નું ગીત (Kacha Badam Song) સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયું હતું. સેલેબ્સથી લઈને સામાન્ય લોકો તેમના ગીતો પર વીડિયો બનાવતા જોવા મળ્યા હતા. જ્યારે તે અકસ્માતનો શિકાર બન્યો ત્યારે તેના ચાહકો ખૂબ જ નિરાશ થયા હતા. સમાચાર અનુસાર તે કાર ચલાવતી વખતે અકસ્માતનો ભોગ બન્યો હતો. ભુવનના ચાહકો માટે એક સારા સમાચાર છે. તેણે એક નવું ગીત બનાવ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેણે આ ગીત તેના અકસ્માત પર કમ્પોઝ કર્યું હતું. તેણે ગીતનું નામ રાખ્યું છે- ‘અમાર નોતન ગારી’ (Amar Notun Gari). તેનો અર્થ છે- ‘મારું નવું વાહન.’ ભુવને તેના નવા ગીતમાં તેની નવી કાર અને અકસ્માત વિશે વિગતવાર વાત કરી છે.
View this post on Instagram
ભુવનની કાર દિવાલ સાથે અથડાઈ હતી
ભુવને એક વાતચીત દરમિયાન જણાવ્યું કે જ્યારે તે પોતાની સેકન્ડ હેન્ડ કાર ચલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તે દિવાલ સાથે અથડાયો. તેને ઈજા થઈ હતી, પરંતુ હવે તે ઠીક છે. પછી, તેણે નવા વાહન પર ગીત બનાવવાનું વિચાર્યું.
View this post on Instagram
ભુવનના નવા ગીતની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે
ભુવને ગીત દ્વારા કહેવાનો પ્રયાસ કર્યો છે કે તે કેવી રીતે અકસ્માતનો ભોગ બન્યો હતો. જો કે તે ભગવાનનો આભાર માને છે કે તેને વધારે ઈજા થઈ નથી. સોશિયલ મીડિયા પર લોકો તેના નવા ગીતની ખૂબ ચર્ચા કરી રહ્યા છે.
ભુવન બદ્યાકર મગફળી વેચીને કમાણી કરે છે
ભુવન બદ્યાકર પશ્ચિમ બંગાળના છે. તેઓ મગફળી વગેરે વેચવાનું કામ કરે છે. તેણે ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટે ‘કાચા બદામ’ ગીત કમ્પોઝ કર્યું હતું. જ્યારથી તેનું આ ગીત સોશિયલ મીડિયા પર આવ્યું છે, ત્યારથી તેના ગીતે સર્વત્ર ધૂમ મચાવી છે. ભુવનની પ્રતિભા જોઈને તેને એક ક્લબમાં ગાવાનો મોકો પણ આપવામાં આવ્યો.
આ પણ વાંચો: Tech News: યુક્રેન માટે Snapchatએ બંધ કર્યું હિટ મેપ ફિચર, સુરક્ષાના ભાગરૂપે લેવામાં આવ્યા પગલા
આ પણ વાંચો: Viral: વાંદરાએ બકરીના શિંગડાને બનાવ્યો ઝુલો, વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો