Video: કેન્સરને હરાવીને શાળામાં પાછો ફર્યો આ માસુમ, લોકોએ બાળકની હિંમતની કરી પ્રશંશા

સોશિયલ મીડિયા પર એક બાળકનો વીડિયો (School Video) ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેન્સરને મ્હાત આપીને ફરીથી શાળાએ પહોંચેલા બાળકનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

Video: કેન્સરને હરાવીને શાળામાં પાછો ફર્યો આ માસુમ, લોકોએ બાળકની હિંમતની કરી પ્રશંશા
little boy gets warm welcome at school
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 8:09 PM

Viral Video: જીવન ખૂબ જ સુંદર છે, પરંતુ કેટલીકવાર જીવનમાં એવા કેટલાક તબક્કા આવે છે, જેને કારણે જીવન અટકી જાય છે. જ્યારે કેટલાક લોકો આ તબક્કાને ઓળંગીને નવી રાહ પકડે છે. તાજેતરમાં આવો જ એક માસુમ બાળકનો વીડિયો વાયરલ (Video) થઈ રહ્યો છે. આ બાળક જે નાની ઉંમરમાં જ કેન્સર (Cancer) જેવા ખતરનાક રોગનો શિકાર બન્યો હતો. પરંતુ તેમ છતાં તેણે હાર ન માની અને આ રોગને હરાવ્યા બાદ તેણે ફરીથી પોતાનું સામાન્ય જીવન જીવવાનું શરૂ કર્યું.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નના જોડામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

કેન્સરને હરાવીને શાળામાં પાછો ફર્યો આ માસુમ

આ બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ (Viral) થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે આ બાળક કેન્સરને હરાવીને ફરીથી તેની શાળામાં પાછો આવે છે. ત્યારે તેની શાળામાં પ્રવેશતાની સાથે જ ત્યાં ઉભેલા લોકો તેને ઉષ્માભેર આવકારે છે. બાળક પોતાના મિત્રો વચ્ચે પોતાને મળીને ખૂબ ખુશ જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈને તમારો દિવસ પણ બની જશે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર Buitengebieden નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયો (Video) શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યુ કે બાળકની હિંમત ખરેખર અદભૂત છે, જ્યારે અન્ય એક યુઝરે (Users) લખ્યુ કે હિંમતવાન બાળકો બધા માટે પ્રેરણારૂપ છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Video : રસ્તા પર ચાની ચૂસ્કી લેતા જોવા મળ્યા આ મુખ્યપ્રધાન, CM નો આ અનોખો અંદાજ જોઈને તમે પણ કહેશો “વાહ”

આ પણ વાંચો:  Video : જન્મદિવસે મીણબત્તી બુઝાવવા જતા આ એક્ટ્રેસના વાળમાં આગ લાગી, પછી જે થયું એ જોઈને તમે પણ ચોંકી જશો !

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">