Viral: સિંહની ગર્જનાથી ધ્રુજી જાય છે જંગલ, પણ આ બાળ સિંહની ગર્જના પર લોકો હસી હસીને થયા લોટપોટ

આ બાળ સિંહ પોતાની ક્યુટનેસથી સોશિયલ મીડિયા યુઝર્સનું દીલ જીતી રહ્યું છે. તે ગર્જના કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેનો અવાજ સાંભળી લોકો હસી હસીને લોટપોટ થઈ રહ્યા છે.

Viral: સિંહની ગર્જનાથી ધ્રુજી જાય છે જંગલ, પણ આ બાળ સિંહની ગર્જના પર લોકો હસી હસીને થયા લોટપોટ
Video of lion Cub going viral (Video Screenshot)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 3:21 PM

બબ્બર સિંહ (Lion)ની ગર્જના સાંભળીને જંગલના પ્રાણીઓ ધ્રૂજી જતા હોય છે. પરંતુ જો તે કોઈ વ્યક્તિ સામે આવે તો તેની હાલત ખરાબ થઈ જાય, ત્યારે પ્રાણીઓના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video)થતા રહે છે. કેટલાક ખૂબ જ ખતરનાક હોય છે અને કેટલાક ખરેખર સુંદર હોય છે. હાલ આ વીડિયો બબ્બર સિંહનો નથી પરંતુ તેના બચ્ચાનો છે. જે ખરેખર ક્યૂટ છે. આ વીડિયોમાં સિંહનું બચ્ચું ગર્જના કરવાનો પ્રયાસ કરતું જોવા મળી રહ્યું છે. આ દરમિયાન કંઈક એવું બને છે જે જોઈને તમને પણ હસવું આવશે.

વીડિયોમાં દેખાતી સિંહની ક્યુટનેસ દરેકને ખૂબ જ પસંદ આવી રહી છે. આપને જણાવી દઈએ કે, બાળ સિંહ ગર્જના કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેના મોઢામાંથી બિલાડી જેવો અવાજ નીકળે છે. અમને ખાતરી છે કે જે પણ આ વીડિયો જોઈ રહ્યા છે હસ્યા વિના નહીં રહી શકે. જાણકારી માટે જણાવી દઈએ કે સિંહ એક એવું પ્રાણી છે, જે જંગલમાં હોય કે પ્રાણી સંગ્રહાલયમાં તેની ગર્જના સાંભળીને ભલભલાના પરસેવા છૂટી જાય છે. વીડિઓ જુઓ.

26 જાન્યુઆરી પહેલા સૈનિકો વચ્ચે પહોંચી ગયો એમએસ ધોની
આ મહિલા ખેલાડીએ એક જ ટુર્નામેન્ટમાં IPL જેટલી ઈનામી રકમ જીતી
Beautiful IAS : છેલ્લી ટ્રાયલમાં IAS બનેલી પ્રિયંકા ગોયલ છે રૂપ સુંદરી
Jioનો સસ્તો રિચાર્જ પ્લાન ! રોજ મળશે 1GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ, કિંમત માત્ર આટલી
ભારતીયોને વિદેશમાં સરળતાથી મળશે PR, આ 5 દેશ સરળતાથી આપે છે ગ્રીન કાર્ડ
Pregnancy Chances : કયા દિવસોમાં શારીરિક સંબંધ રાખવાથી પ્રેગ્નેન્સી રહી શકે ? જાણી લો

એમાં કોઈ શંકા નથી કે સિંહની ગર્જના સાંભળવાથી જંગલના તમામ પ્રાણીઓની હાલત ખરાબ થઈ જાય છે. હવે આવી સ્થિતિમાં સિંહના બાળકની ગર્જનાના રૂપમાં બિલાડીનો અવાજ સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં વીડિયો શેર કરતા પેજના એડમિને કેપ્શનમાં લખ્યું – તે પોતાની ગર્જના કરવાની સ્કિલ્સમાં સુધારો કરી રહ્યો છે.

વીડિયોને અત્યાર સુધીમાં 15 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. લોકોના રિએક્શન વિશે વાત કરતાં એક યુઝરે લખ્યું- અમેઝિંગ વીડિયો અને સિંહ છે. અન્ય યુઝરે લખ્યું- ક્યાં શેર બનેગા રે તું. ત્યારે વીડિયોમાં એક હસતું ઈમોજી પણ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: સાવધાન, COVID બુસ્ટર ડોઝના નામે થઈ રહી છે છેતરપિંડી, જાણો કઈ રીતે તેનાથી બચવું

આ પણ વાંચો: Viral: ફ્રેન્ચ ફ્રાઈ ખાતા ખાતા જ બાળકી ઊંઘી ગઈ અને અચાનક આંખ ખુલતા થયું કંઈક આવું

g clip-path="url(#clip0_868_265)">