AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Visarjan 2026: અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત અને સંપૂર્ણ વિધિ: વિસર્જન માટે આ સમય છે સર્વોત્તમ

અનંત ચતુર્દશીએ ગણેશ વિસર્જન સાથે દસ દિવસીય ગણેશોત્સવ સંપન્ન થશે. 25 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11:07 વાગ્યે ભદ્રા શરૂ થતાં પહેલાં બાપ્પાનું વિસર્જન કરવું શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ સર્વોત્તમ રહેશે. શુભ ચોઘડિયા, અભિજિત મુહૂર્ત અને બાપ્પાના કાનમાં મનોકામના કહી ક્ષમાયાચના કરવાની સાચી વિસર્જન વિધિ વાંચો વિગતવાર.

Ganesh Visarjan 2026: અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત અને સંપૂર્ણ વિધિ: વિસર્જન માટે આ સમય છે સર્વોત્તમ
| Updated on: Sep 24, 2026 | 10:09 PM
Share

ગણેશ ચતુર્થીથી શરૂ થયેલા દસ દિવસીય ગણેશોત્સવનું અનંત ચતુર્દશીના રોજ ગણેશ વિસર્જન સાથે સમાપન થાય છે. ભગવાન ગણેશ તમામ વિઘ્નો હરનારા અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરનારા દેવતા છે. તેથી અનંત ચતુર્દશીએ વિધિવત પૂજા-અર્ચના કરી, ક્ષમાયાચના માંગીને બાપ્પાને શુભ મુહૂર્તમાં વિદાય આપવી જોઈએ.

ભાદરવા સુદ ચૌદશની તિથિ 25 સપ્ટેમ્બરના રોજ સૂર્યોદયથી શરૂ થઈને રાત્રે 11 વાગ્યાને 07 મિનિટ સુધી રહેશે. બપોરે 2:51 વાગ્યા સુધી શૂળ યોગ રહેશે, જ્યારે રાત્રે 11:07 વાગ્યાથી ભદ્રા શરૂ થશે. શાસ્ત્રોમાં બપોર પછી ગણેશ વિસર્જન કરવાની વિધિ બતાવાઈ છે. ભદ્રા કાળ શરૂ થાય તે પહેલાં જ એટલે કે રાત્રે 11:07 વાગ્યા પૂર્વે ગણપતિ બાપ્પાની પ્રતિમાનું વિસર્જન કરવું ઉત્તમ ગણાય છે.

ગણેશ વિસર્જન 2026 ના શુભ મુહૂર્ત અને ચોઘડિયા:

અભિજિત મુહૂર્ત: સવારે 11:48 થી બપોરે 12:36 સુધી (જેમ ચતુર્થીએ અભિજિત મુહૂર્તમાં સ્થાપના શ્રેષ્ઠ છે, તેમ આ મુહૂર્તમાં વિસર્જન પણ ઉત્તમ ગણાય છે)

  • શુભ ચોઘડિયું: બપોરે 12:12 થી બપોરે 01:43 સુધી
  • ચલ ચોઘડિયું: બપોરે 04:44 થી સાંજે 06:14 સુધી
  • ગોધૂલિ મુહૂર્ત: સાંજે 06:14 થી સાંજે 06:38 સુધી
  • લાભ ચોઘડિયું: રાત્રે 09:14 થી રાત્રે 10:44 સુધી

ગણેશ વિસર્જનની સંપૂર્ણ વિધિ:

  • અનંત ચતુર્દશીના દિવસે વિસર્જન પૂર્વે ગણપતિ બાપ્પાની વિધિવત પૂજા અને શક્ય હોય તો નાનો હવન કરવો.
  • લાકડાના પાટલા (બાજોઠ) પર કંકુથી સ્વસ્તિક (સાથિયો) બનાવી ચોખા મૂકો અને તેના પર ગુલાબી વસ્ત્ર પાથરો.
  • વસ્ત્રના ચારેય ખૂણા પર સોપારી મૂકી, પરિવારજનો સાથે જયઘોષ સાથે ગણેશજીની પ્રતિમાને તેના પર વિરાજમાન કરો.
  • બાપ્પાને ધૂપ, દીપ, પુષ્પ, ફળ અર્પણ કરી આરતી કરો તથા મોસમી ફળ, લાડુ અને મોદકનો ભોગ લગાવી નવા વસ્ત્રો અર્પણ કરો.
  • એક રેશમી વસ્ત્રમાં મોદક, સોપારી, દૂર્વા અને ફળ રાખી ‘ભાથું’ બાંધીને બાપ્પાની સમીપ મૂકો.
  • પૂજા દરમિયાન અજાણતા થયેલી ભૂલો માટે હાથ જોડી ક્ષમાયાચના કરો અને બાપ્પાના જમણા કાનમાં તમારી ગુપ્ત મનોકામના કહો.
  • શુભ મુહૂર્તમાં બાપ્પાના જયઘોષ સાથે પ્રતિમાને વિસર્જન સ્થળ કે પવિત્ર જળાશય સુધી લઈ જાઓ.
  • જળાશય કિનારે કપૂરથી બાપ્પાની અંતિમ આરતી કરી શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરો. જે પાટલા પર બાપ્પાને લઈ ગયા હતા તેને આદરપૂર્વક ઘરે લાવી સાચવીને રાખવો જોઈએ.

26 સપ્ટેમ્બરથી બુધ ગોચર 2026: વેપાર, વાણી અને કરિયરમાં મોટા ફેરફારના સંકેત; તમામ 12 રાશિઓનું વિસ્તૃત રાશિફળ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">