Viral Video : બિલાડી બની ડ્રાઇવર જુઓ પછી શું થયુ ?
Viral Video : એક બિલાડીનો વીડિયો ઇન્ટરનેટ પર અત્યારે વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇ તમે હાસ્ય નહિ રોકી શકો.

સોશિયલ મીડિયા પર જાનવરોના લાખો ફોટા અને વીડિયો છે. જાનવરોને પ્રેમ કરનારા ઇન્ટરનેટ પર ફોટો અને વીડિયો જોતા પોતાનો સમય પસાર કરે છે. જાનવરોના કેટલાક વીડિયો ક્યૂટ હોય છે. તેને જોઇ આપ હાસ્ય નથી રોકી શકતા. એવો જ એક બિલાડીનો વીડિયો ઇન્ટરનેટ પર અત્યારે વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇ તમે હાસ્ય નહિ રોકી શકો.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર અત્યારે એક બિલાડીનો ક્યૂટ વીડિયો લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. આ વીડિયોમાં બિલાડીની મસ્તી દેખાઇ રહી છે જેને જોઇને આપને પણ હસવુ આવશે. આ બિલાડી પોતાની ગાડી ચલાવી રહી છે. જેને જોઇ આપ સમજી નહિ શકો કે આ કાર છે કે ટ્રેન છે. ઇન્સ્ટાગ્રામ પેજ @batman_the_munchkin_catને આ વીડિયો શેર કર્યો છે.
જેના કેપ્શનમાં તેમણે લખ્યુ આ એક કાર છે. ! આ એક ટ્રેન છે. ! આ બેટમેન ધ મંચકિન કેટ છે. તેમણે આગળ લખ્યુ આ બિલાડી એક ચંચળ અને મસ્તીખોર કિટી છે. જે વીકેન્ડમાં ડ્રાઇવર સીટ પર જઇને બેસી છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયો લોકોને ખૂબ ગમી રહ્યો છે. અત્યાર સુધી લાખો લોકો આ વીડિયો જોઇ ચૂક્યા છે. લોકો ન માત્ર આ વીડિયોને શેર કરી રહ્યા છે પરંતુ અલગ અલગ કમેન્ટ્સ પણ અને રિએક્શન પણ આપી રહ્યા છે. લોકોને બિલાડી અને તેની ક્યૂટ સવારી ઘણી ગમી રહી છે.
આ પણ વાંચો :દોસ્તીની મિશાલ છે બોલીવુડની આ ફિલ્મો, ફ્રેન્ડશીપ ડે પર જાણીએ આ ફિલ્મો વિશે
આ પણ વાંચો :ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન કરતી મહિલાનો લપસ્યો પગ, રેસ્ક્યૂનો દિલધડક વીડિયો વાયરલ