દોસ્તીની મિશાલ છે બોલીવુડની આ ફિલ્મો, ફ્રેન્ડશીપ ડે પર જાણીએ આ ફિલ્મો વિશે

મિત્રતાનો સંબંધ લોહીનો ન હોઈ શકે પરંતુ તે હૃદયની સૌથી નજીક છે. મિત્રો વાતાવરણને હળવું બનાવે છે અને હંમેશા આપણને ભાવનાત્મક રીતે ટેકો આપે છે. બોલીવુડમાં મિત્રતાને દર્શાવતી ઘણી બધી ફીલ્મો પણ બની છે. જેમાંથી કેટલીક ફિલ્મો અદ્ભૂત છે. ચાલો આજે જાણીએ એ ફિલ્મો વિશે જે દોસ્તીની મિશાલ બની ગઈ છે.

દોસ્તીની મિશાલ છે બોલીવુડની આ ફિલ્મો,  ફ્રેન્ડશીપ ડે પર જાણીએ આ ફિલ્મો વિશે
દોસ્તીની મિશાલ છે બોલીવુડની આ ફિલ્મો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 10:48 PM

ઉમર પચપન કી, દીલ બચપન કા – આ વાક્ય મિત્રતા માટે ખાસ લાગુ પડે છે. આ દુનિયામાં દરેક વ્યક્તિને દરેક ઉમરમાં એક મિત્રની જરૂર પડે જ છે. ઘણા વર્ષોથી ફ્રેન્ડશીપ ડે ઉજવવાનું ચલણ વધ્યું છે. દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશીપ ડે ઉજવવામાં આવે છે. આ વર્ષે ફ્રેન્ડશીપ ડે ભારતમાં 1 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે.

મિત્રતાનો સંબંધ લોહીનો ન હોઈ શકે પરંતુ તે હૃદયની સૌથી નજીક છે. મિત્રો વાતાવરણને હળવું બનાવે છે અને હંમેશા આપણને ભાવનાત્મક રીતે ટેકો આપે છે. બોલીવુડમાં મિત્રતાને દર્શાવતી ઘણી બધી ફીલ્મો પણ બની છે. જેમાંથી કેટલીક ફિલ્મો અદ્ભૂત છે. ચાલો આજે જાણીએ એ ફિલ્મો વિશે જે દોસ્તીની મિશાલ બની ગઈ છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

યારાના 

1981માં આવેલી આ ફિલ્મના બધાં જ ગીત સુપરહીત રહ્યાં. તેમાં પણ ખાસ તેરે જેસા યાર કહાં… આ ગીત લોકોની ભાવનાઓ સાથે જોડાયેલું રહ્યું. આ ફિલ્મની કથા પણ સંઘર્ષ અને દોસ્તી ઉપર રહ્યો. જેમાં કિશન અને બિશનની દોસ્તી, તેમનો સંઘર્ષ ઘણુ બધુ શીખવાડે છે. અમિતાભ અને અમજદ ખાન અભિનીત આ ફિલ્મે દર્શકો ઉપર ઉંડી છાપ છોડી છે.

શોલે 

હીંદી ફિલ્મોમાં યાદગાર ફિલ્મ એટલે શોલે, આ મલ્ટી સ્ટારર ફિલ્મમાં પણ જય-વીરુની દોસ્તીએ યાદગાર છાપ છોડી. આ ફિલ્મમાં અમિતાભ , ધર્મેન્દ્ર , સંજીવકુમાર તેમજ બધાં કલાકારો એ અભીનયની અમિટ છાપ છોડી. 1975મા આવેલી આ ફિલ્મે બધાં રેકોર્ડ તોડ્યાં હતાં

આનંદ

આનંદની વાર્તા અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્નાની મિત્રતા વિશે છે, જેમાં રાજેશ ખન્ના મૃત્યુ પામે છે ત્યારે તેના મિત્ર અમિતાભને  જીવન જીવવાનું શીખવાડી દે છે. ફિલ્મે આપણા બધાને મિત્રતા અને જીવનનું મહત્વ જણાવ્યું હતું. આ ફિલ્મ તે સમયે સુપરહિટ રહી હતી. 1971માં રીલીઝ થયેલી આ ફિલ્મ આજેય લોકોને એટલી જ પસંદ છે.

દોસ્તાનાં

આ મિત્રતા પર આધારિત એક એક્શન ફિલ્મ છે. તેનું નિર્દેશન રાજ ખોસલાએ કર્યું હતું અને યશ જોહરે પ્રોડ્યુસ કરી હતી. તેમાં અમિતાભ બચ્ચન, શત્રુઘ્ન સિંહા, ઝીનત અમાન, પ્રેમ ચોપરા, અમરીશ પુરી, હેલન અને પ્રાણ હતા. 1980માં રીલીઝ થયેલી આ ફિલ્મ મિત્રતા પર બનેલી શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. એવી ફિલ્મો કે જેનુ નામ લેતા તમને તમારા મિત્રની યાદ અચૂક આવે જ. તો આ ફ્રેન્ડશીપ ડે પર તમારા મિત્ર સાથે આ ફિલ્મો જોવાનું ચુકતા નહી.

આ પણ વાંચો : દેશના વિકાસ માટે ઉત્સાહ અને ઈચ્છાશક્તિની જરૂરીયાત: PM મોદી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">