ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન કરતી મહિલાનો લપસ્યો પગ, રેસ્ક્યૂનો દિલધડક વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો ફક્ત આ વીડિયોને શેયર જ નથી કરી રહ્યા પણ તેના પર વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. લોકો આ કોન્સ્ટેબલની સ્ફૂર્તી અને સમજદારીના વખાણ કરી રહ્યા છે.

સમાચાર સાંભળો
ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન કરતી મહિલાનો લપસ્યો પગ, રેસ્ક્યૂનો દિલધડક વીડિયો વાયરલ
Woman slips while trying to board a moving train

સોશિયલ મીડિયા (Social Media)માં રોજ કોઈને કોઈ વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં કેટલાક વીડિયો એવા હોય છે જેને જોઈને લોકોના જીવ અધ્ધર થઈ જાય. હાલમાં તેવો જ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને તમને ખબર પડશે કે નાની એવી બેદરકારી લોકોને કેટલી ભારે પડી શકે છે.

 

 

સોશિયલ મીડિયામાં દર બીજા દિવસે રેલવે સ્ટેશના વીડિયો વાયરલ થાય છે, જેમાં ચાલુ ગાડીમાં ચઢવા જતા અકસ્માત સર્જાય છે. થોડા દિવસ પહેલા વાયરલ થયેલો એ વીડિયો તો તમને યાદ જ હશે કે જેમાં મહારાષ્ટ્ર રેલવેના કર્મચારીએ દિવ્યાંગ માતાના દિકરાને ટ્રેક પરથી સમયસર બચાવ્યો હતો. આ રેલવે કર્મચારીને રેલવે વિભાગ તરફથી ઈનામ પણ આપવામાં આવ્યું હતું.

 

વારંવાર આવી ઘટનાઓ સામે આવતી હોવા છતાં પણ લોકો બેદરકારી વર્તે છે અને પરિણામે આવા અકસ્માતો અટકતા જ નથી. હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે તેલંગાણાના સિકંદરાબાદના રેલવે સ્ટેશનનો છે. વીડિયોમાં જોવા મળે છે કે એક મહિલા ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન કરી રહી હતી, તે જ સમયે અચાનક તેનું સંતુલન બગડ્યુ અને તે ચાલુ ટ્રેન અને પાટા વચ્ચે ફસાઈ ગઈ.

 

 

ત્યાં હાજર લોકો કઈ પણ સમજી શક્તા તે પહેલા આરપીએફ કોન્સ્ટેબલે આવીને પ્લેટફોર્મ અને ડબ્બા વચ્ચે ફસાયેલી મહિલાને બચાવી લીધી. જો આ જવાને થોડુ પણ મોડુ કર્યુ હોત તો આ મહિલાનો જીવ જતો રહ્યો હોત. ઘટનામાં કોન્સ્ટેબલની સ્ફૂર્તીના કારણે એક મોટી દુર્ઘટના થતા બચી ગઈ.

 

સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો ફક્ત આ વીડિયોને શેયર જ નથી કરી રહ્યા પણ તેના પર વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. લોકો આ કોન્સ્ટેબલની સ્ફૂર્તી અને સમજદારીના વખાણ કરી રહ્યા છે.

 

આ પણ વાંચો – Emergency in Japan: જાપાનમાં કોરોનાનો કહેર, સરકારે ‘ટોક્યો ઓલિમ્પિક’ વચ્ચે જાહેર કરી કટોકટી

 

આ પણ વાંચો – એપલના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સની પહેલી નોકરીની અરજીની આટલા કરોડમાં કરવામાં આવી હરાજી

Click on your DTH Provider to Add TV9 Gujarati