AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પત્નીને બાળક ન થતા હોવાથી આત્મહત્યા કરવા કરી મજબૂર, પોલીસે 2 ની કરી ધરપકડ

સંતાન પ્રાપ્તિની ઘેલછામાં અન્ય સ્ત્રી મહિલા સાથે મૈત્રી કરાર તો કર્યો. પરતું તે સંબંધ અંતે જેલના સળિયા સુધી લઈ ગયો છે.

પત્નીને બાળક ન થતા હોવાથી આત્મહત્યા કરવા કરી મજબૂર, પોલીસે 2 ની કરી ધરપકડ
Ahmedabad Police caught to accused
Mihir Soni
| Edited By: | Updated on: Jan 05, 2022 | 8:50 AM
Share

Ahmedabad: સોલા પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા માટે મજબૂર કરવાની ઘટના સામે આવી છે, જેમાં આરોપી પતિએ પોતાની 32 વર્ષ જૂની પત્નીને પોતાની લિવ ઇનમાં રહેતી સ્ત્રી સાથે મળી પત્નીને આત્મહત્યા કરવા મજબૂર કરી દીધી. પત્નીને 32 વર્ષથી બાળક ન થતા હોવાના કારણે આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

પોલીસ ગિરફતમાં આવેલ આરોપી મહાદેવ પંચાલ અને લિવ ઇન રિલેશનમાં રહેતી મહિલાએ ભેગા મળી એવી ધટના અંજામ આપ્યો કે કૈલાસ બહેન આત્મ હત્યા કરવા માટે મજબૂર કરી દીધો. મૃતક કૈલાશબેન નાના ભાઈએ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ પ્રમાણે બહેન કૈલાશના લગ્ન મહાદેવ સાથે 32 વર્ષ પહેલા થયા હતા.

આશરે 3 વર્ષ પહેલાં તેમના બનેવી આરોપી મહાદેવએ હંસા નામની મહિલા સાથે અનૈતિક સંબંધ હોય જેને ભગાડી ઘરે લાવી પત્નીની જેમ રાખતો હતો. ફરિયાદ પ્રમાણે જ્યારથી હંસાને ઘરે લાવેલા ત્યારથી તેની બહેન કૈલાશ સાથે આરોપી મહાદેવ અત્યારચાર અને માનસિક શારીરિક ત્રાસ આપવાનું શરૂ કરેલ હતું.

પોલીસ તપાસમાં ફરીયાદીનું કહેવું છે કે તેમની બહેનને બાળક થતું ન હતું જેના કારણે ત્રાસ આપતા હતા. મહત્વનું છે કે આરોપી મહાદેવને ઘરે અવારનવાર અલગ અલગ લોકો દ્વારા સમજાવાની કોશિશ કરવામાં આવી હતી. જેથી તેમના બહેનનું ઘર તૂટે નહિ તેમ છતાં બનેવી મહાદેવએ ત્રાસ આપવાનું ચાલુ રાખેલ.

એવી પણ વાત સામે આવી છે કે આરોપી મહાદેવ લિવ ઇનમાં રહેતી હંસાને પોતાની ફેક્ટરી દતાલી ગામ ખાતે રાખતો હતો. ત્યાં પણ ફરીયાદી દ્વારા સમજાવાની કોશિશ કરવામાં આવી હતી પરતું ત્યાં પણ આરોપી મહાદેવએ પત્ની હંસાને મારમાંર્યો હતો. જેના કારણે 3 જાન્યુઆરી રોજ કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરેલ હતો.

જે આપઘાતને છુપાવવા માટે આરોપી મહાદેવ અને લિવઇન રિલેશનમાં રહેતી હંસા આપઘાતને કુદરતી મોતમાં ઉભું કરવાં અનેક પ્રયાસ કર્યા હતા. જો કે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરતા આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું જેથી આરોપીએ પોલીસને ગેરમાર્ગે દોરી પુરાવા નાશ કરવાનો પ્રયાસ કર્યો. જે મામલે આરોપી મહાદેવ અને મહિલા હંસા વિરુદ્ધ અન્ય એક ફરીયાદ નોંધાઇ શકે છે.

સંતાન પ્રાપ્તિ ઘેલછામાં અન્ય સ્ત્રી મહિલા સાથે મૈત્રી કરાર તો કર્યો. પરતું તે સંબંધ અંતે જેલના સળિયા સુધી લઈ ગયો છે.

આ પણ વાંચો: Technology News: ક્વેર્ટી કીપેડને પ્રખ્યાત બનાવનાર ફોન હવે કામ કરશે નહીં, જાણો શું છે કારણ

આ પણ વાંચો: Viral: કેનાલ પાર કરવાના ચક્કરમાં યુવક અધવચ્ચે ફસાયો, જુઓ આ ફની વીડિયો

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">