Cardamom Auction : વસ્તુની જેમ ઈલાયચીની પણ થાય છે હરાજી ? જુઓ-Video
શું તમને ખબર છે ભારતના આ રાજ્યમાં ઈલાયચીની પણ હરાજી થાય છે, અને આ હરાજીની પ્રક્રિયા પણ ઘણી અતરંગી છે જે જાણીને તમે પણ ચોંકી જશો.

તમે કોઈ વસ્તુની કે ઘરની હરાજી જોઈ હશે પણ શું તમને ખબર છે ભારતના આ રાજ્યમાં ઈલાયચીની પણ હરાજી થાય છે, અને આ હરાજીની પ્રક્રિયા પણ ઘણી અતરંગી છે જે જાણીને તમે પણ ચોંકી જશો.
ઈલાયચીની હરાજી
આ રાજ્ય કેરાલા છે ત્યારે ઈલાયચીની હરાજીમાં ભારતના મોટા મોટા ડિલર્સ આવે છે. જે હરાજી ઘંટના અવાજ સાથે શરૂ થાય છે. જે બાદ તમામ ડિલર્સને થોડી થોડી સેમ્પલમાં ઈલાયચી આપવામાં આવે છે, પછી અહીં બેઠેલા ડિલર્સે 8 સેકેન્ડમાં ઈલાયચીની ક્વાલિટી ચેક કરવાની હોય છે અને તેના આધારે તેની કિંમત કેટલી હશે તે કોમ્પ્યુટમાં એડ કરવાની હોય છે, અને તેમાં જે ડિલર્સની પ્રાઈઝ સૌથી વધારે હોય છે, તે બધી ઈલાયચી ખરીદી લે છે.
તમે પણ લઈ શકો છો ભાગ
જો તમે પણ આ નીલામીના સાક્ષી બનવા માંગતા હોવ, તો તે એક રસપ્રદ અનુભવ રહેશે. તેના માટે તમારે સંબંધિત અધિકારીઓની પહેલા પરવાનગી લેવી પડશે. વિવિધ કેન્દ્રો તેમની હરાજી માટે અઠવાડિયાના જુદા જુદા દિવસોનું શેડ્યૂલ કરે છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુના બોડીનાયક્કનુરના વેપારીઓ હરાજીમાં ભાગ લે છે. નાના ઉત્પાદકો તેમની પેદાશ વેચાણ માટે અલગ-અલગ સ્થળોએ આવેલા ડેપોમાં મોકલે છે. આ ડેપો પર, એલચીને તેમની વિવિધતા અનુસાર અલગ કરવામાં આવે છે અને પછી હરાજીના બે દિવસ પહેલા સંગ્રહ કેન્દ્રોમાં લઈ જવામાં આવશે.