AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: IPS એ શેર કર્યો બાસ્કેટબોલ રમતી મહિલાનો હ્રદયસ્પર્શી વીડિયો, કેપ્શનમાં લખી બહું મોટી વાત

આ અદ્ભુત વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને કેપ્શનમાં જે લખ્યું છે તે ચોક્કસ તમારા હૃદયને સ્પર્શી જશે.

Viral: IPS એ શેર કર્યો બાસ્કેટબોલ રમતી મહિલાનો હ્રદયસ્પર્શી વીડિયો, કેપ્શનમાં લખી બહું મોટી વાત
IPS officer shared a heart touching video (Viral Video Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 7:26 AM
Share

તમે માણસાઈ, માનવતા જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હશે, પરંતુ શું તમે જાણો છો કે આખરે માનવતા કોને કહેવાય? વાસ્તવમાં, માણસ તરીકે આપણે એકબીજાને મદદ કરવી જોઈએ, કોઈને દુખી ન કરવું જોઈએ, કોઈને ‘નાનું’ ન માનવું જોઈએ, દરેક સાથે પ્રેમથી વર્તવું જોઈએ. આ બધા ગુણો જ વ્યક્તિમાં માનવતા દર્શાવે છે. જો કે આજના યુગમાં માનવતા બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. આજની દુનિયા લોભ, કપટ, દુશ્મનાવટ વગેરેથી ભરેલી છે, પરંતુ કેટલીકવાર કેટલીક વ્યક્તિઓમાં સારી વસ્તુઓ પણ જોવા મળે છે. આવો જ એક સુંદર વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ (Viral Videos)થઈ રહ્યો છે, જેને જોઈને તમારું દિલ ખુશ થઈ જશે.

આ વીડિયોમાં એક વિકલાંગ મહિલા બાસ્કેટબોલ રમી રહી છે અને બાસ્કેટમાં બોલ નાખવાનો પ્રયાસ કરી રહી છે. વાસ્તવમાં, કેટલાક લોકો આમાં તેની મદદ કરતા અને તેને પ્રોત્સાહિત કરતા જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે મહિલા એક જગ્યાએ ઊભી છે અને એક હાથ વડે બાસ્કેટમાં બોલ નાખવાનો પ્રયાસ કરી રહી છે. શરૂઆતમાં તે તેમાં નિષ્ફળ જાય છે, પરંતુ જ્યારે આસપાસ ઉભેલા લોકો તેને પ્રોત્સાહિત કરે છે, ત્યારે તે ફરી એકવાર પ્રયાસ કરે છે અને આ વખતે તે સફળ થાય છે.

આ અદ્ભુત વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને કેપ્શનમાં જે લખ્યું છે તે ચોક્કસ તમારા હૃદયને સ્પર્શી જશે. તેણે લખ્યું, “‘તુઝસે નહીં હોગા’ને બદલે, ‘તુઝસે સબ હોગા’ કહેનારા તમે બનો, તેઓ હસતા-રમતા દરેક અવરોધને પાર કરશે’.

માત્ર 19 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 4 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે આ વીડિયોને સેંકડો લોકોએ લાઈક પણ કર્યો છે. ત્યારે લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે અને વીડિયોને ખૂબ જ શાનદાર ગણાવ્યો છે.

આ પણ વાંચો: Viral: ખતરનાક સાપને પકડતા મહિલા વનકર્મીની બહાદુરીના લોકો કરી રહ્યા છે વખાણ

આ પણ વાંચો: Recipe of the day : બદામનો હલવો ખાવાના ફાયદા અને તેને બનાવવાની રેસિપી

Follow Us
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
g clip-path="url(#clip0_868_265)">