Google એ Women’s day પર મહિલાઓને અલગ રીતે આપી શુભેચ્છાઓ, આજનો ખૂબ જ ખાસ છે Doodle

International Women's day 2023 : ગૂગલે આજનું Doodle વિશ્વભરની મહિલાઓને સમર્પિત કર્યું છે. આજે એટલે કે 8 માર્ચને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે ડૂડલમાં મહિલાઓ દ્વારા મહિલાઓને આપવામાં આવેલા સમર્થન દર્શાવવામાં આવ્યું છે.

Google એ Women's day પર મહિલાઓને અલગ રીતે આપી શુભેચ્છાઓ, આજનો ખૂબ જ ખાસ છે Doodle
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2023 | 10:54 AM

ગૂગલ તેના ડૂડલ દ્વારા સમયાંતરે ખાસ પ્રસંગો, ખાસ દિવસો અને ખાસ લોકોને યાદ કરે છે. આ વખતે પણ ગૂગલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર તેનું ડૂડલ મહિલાઓને સમર્પિત કર્યું છે. જ્યારે તમે આ ડૂડલને જોશો, ત્યારે તમને ખ્યાલ આવશે કે ‘GOOGLE’માં દરેક અક્ષર એવા ઘણા ક્ષેત્રોમાંથી માત્ર થોડાક ક્ષેત્રોને હાઇલાઇટ કરે છે. જેમાં વિશ્વભરની મહિલાઓ એકબીજાની પ્રગતિ અને જીવનની ગુણવત્તા સુધારવા માટે એકબીજાને મળીને કામ કરી રહી છે.

આ પણ વાંચો : કોણ છે અમદાવાદનો પાર્થ કોઠેકર ? જેણે ગણતંત્ર દિવસનું બનાવ્યુ છે ગૂગલનું ડૂડલ

આજનું ડૂડલ મહિલાઓ માટે છે

આજનું Google Doodle આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના સન્માન માટે બનાવવામાં આવ્યું છે. જેમાં મહિલાઓને મહિલાઓનું સમર્થન કરતી દર્શાવવામાં આવી છે. આજનું ડૂડલ, ડૂડલ આર્ટિસ્ટ એલિસા વિનન્સ દ્વારા બનાવવામાં આવ્યું છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2023

દર વર્ષે 8 માર્ચને સમગ્ર વિશ્વમાં મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ ભારત માટે ખાસ વાત એ છે કે આ વખતે ભારતના સૌથી મોટા તહેવારોમાંથી એક એટલે કે હોળી પણ 8 માર્ચે જ ઉજવવામાં આવી રહી છે. આ હોવા છતાં ગૂગલે મહિલા દિવસના સન્માનમાં તેનું ડૂડલ રજૂ કર્યું છે.

મહિલાઓ મહિલાઓને આપે છે ટેકો

આ વખતે ડૂડલ મહિલાઓની એકબીજા પ્રત્યેની એકતા અને સહકાર દર્શાવે છે. તે એ પ્રભાવશાળી પદો પર બેઠેલી મહિલાઓ માટે છે જે દરેક જગ્યાએ મહિલાઓના જીવનના કેન્દ્રિય મુદ્દાઓ પર પ્રગતિની વકિલાત કરે છે. તે મહિલાઓ માટે પણ છે, જેઓ તેમના અધિકારો મેળવવા અને જાણવા માટે એક સાથે આવે છે. અન્ય મહિલાઓ માટે પણ, જેઓ માતૃત્વમાં એકબીજા માટે મહત્વપૂર્ણ સપોર્ટ સિસ્ટમ છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2023 ડૂડલ બનાવવા પાછળના તેના વિચારો શેર કરતા, એલિસા વિનન્સે કહ્યું કે, આ વખતે અમારી થીમ ‘મહિલાઓને સમર્થન આપતી મહિલાઓ’ હતી. તેથી મેં બધી રીતે વિચારવામાં ઘણો સમય પસાર કર્યો અને જેનાથી મને સમર્થન મળ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">