Instagram Viral Video : તમિલ ગીત Tum Tumના હિન્દી વર્ઝને ધૂમ મચાવી, ડાન્સ કરવા માટે લોકોને મળ્યું નવું સોન્ગ, લોકો સાંભળીને થઈ ગયા મંત્રમુગ્ધ
Instagram Viral Video : તમિલ ગીત Tum Tumના હિન્દી વર્ઝનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. સિંગર અક્ષા બાઘલાએ પણ શ્રીલંકાના સુપરહિટ ગીત 'માનિકે માગે હિત' પર અદ્ભુત ટ્વિસ્ટ મૂક્યો છે. આ સિંગિંગ વીડિયો અદ્ભૂત છે.

Tamil song Tum Tum Hindi Version : જો તમે સંગીત પ્રેમી છો અને તમારો દિવસ બનાવવા માટે સોશિયલ મીડિયા પર કંઈક સારું શોધી રહ્યાં છો, તો તમારી શોધ-ખોળ બંધ કરી દો. આજે અમે તમારા માટે એક એવું મેશઅપ લઈને આવ્યા છીએ, જે અમુક મિનિટોમાં તમારા કંટાળાને ખતમ કરી દેશે. યુટ્યુબ ઈન્ડિયાએ તમિલ ગીત ટમ ટમનું હિન્દી વર્ઝન ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે, જે ખૂબ જ ધૂમ મચાવી રહ્યું છે પરંતુ આ ગીતમાં સિંગર અક્ષ બાઘલાએ શ્રીલંકન સુપરહિટ ગીત ‘માનિકે માંગે હિતે’નો અદભુત ટ્વિસ્ટ પણ મૂક્યો છે.
આ વાયરલ મેશઅપ વીડિયો મૂળ ગાયક Aksh Baghlaએ તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યો હતો. તેણે પોતાને યુટ્યુબર અને સિંગર ગણાવ્યો છે. વાયરલ ક્લિપમાં અક્ષાને સુપરહિટ તમિલ ગીત ‘ટમ ટમ’નું હિન્દી વર્ઝન ગાતી જોઈ શકાય છે પરંતુ તેણે આ ગીતમાં વધુ એક ટ્વિસ્ટ મૂક્યો છે, જે તમને ચોક્કસ ગમશે. તેણે પોતાના મેશઅપમાં જે રીતે શ્રીલંકન ગીત મણિકે મેગે હિતને ઉમેર્યું છે તે આશ્ચર્યજનક છે. તમારે તે સાંભળવું જ જોઈએ. આ વીડિયોએ પહેલા જ લોકોને તેના દિવાના બનાવી દીધા છે.
અહીં જુઓ, તમિલ ગીત ટમ ટમના હિન્દી વર્ઝનનો વીડિયો
View this post on Instagram
અક્ષ બાઘલાના મેશઅપને શેર કરતા, youtubeindiaએ Instagram પર લખ્યું, તે એટલું અદ્ભુત છે કે તમે સાંભળીનું બંધ નહીં કરી શકો. ‘ટમ ટમ’ 2021 ની તમિલ ફિલ્મ ‘એનીમી’ નું ગીત છે, જે શ્રી વર્ધિની, અદિતિ, સત્ય યામિની, રોશની અને તેજસ્વિની દ્વારા ગાયું છે. જ્યારે ‘માનિકે માગે હિત’ એક સિંહલ ગીત છે, જે શ્રીલંકાના ગાયક યોહાનીએ ગાયું છે. આ ગીતે વર્ષ 2020માં ધૂમ મચાવી હતી.
એક દિવસ પહેલા શેર કરાયેલા મેશઅપ વીડિયોને 43 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે, જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રેમ વરસાવ્યો છે. એક યુઝરે લખ્યું છે કે, માનિકે માગે હિતેનો સરપ્રાઈઝ ટ્વિસ્ટ ખૂબ જ જોરદાર હતો. બીજી તરફ અન્ય યુઝર કહે છે કે, આ ગીત ખરેખર અદ્ભુત છે, હું તેને સાંભળતો જ રહું છું. અન્ય યુઝરે તેના પર કોમેન્ટ્સ કરી છે કે ભાઈ તમે એક અદ્ભુત ગાયક છો.