‘મા તે મા બીજા વગડાના વા’ વરસાદમાં જાતે ભિંજાઈને બાળકને બચાવતી મરઘીનો વીડિયો વાયરલ

'મા તે મા બીજા વગડાના વા' વરસાદમાં જાતે ભિંજાઈને બાળકને બચાવતી મરઘીનો વીડિયો વાયરલ

માત્ર 6 સેકન્ડનો આ વીડિયો ભલે જોવામાં નાનો હોય, પરંતુ માતાના સમર્પણ અને પ્રેમને વ્યક્ત કરવા માટે તે પૂરતો છે. IAS ઓફિસર ડૉ. એમ.વી. રાવે પોતાના ટ્વીટર હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Dec 29, 2021 | 9:42 PM

મા એક એવો શબ્દ છે, જે બહુ નાનો છે પણ વાસ્તવમાં દુનિયાનો સૌથી મોટો શબ્દ છે,  મા એ માત્ર એક શબ્દ કે સંબંધ નથી, પરંતુ તે એક સંપૂર્ણ અનુભૂતિ છે. તમે કલ્પના પણ કરી શકતા નથી કે એક માતા તેના બાળકો માટે શું કરી શકે છે. તમે આવી ઘણી વાર્તાઓ સાંભળી હશે કે માતાઓ તેમના બાળકોને સિંહના મોંમાંથી છીનવીને લાવે છે.

હવે તમે અંદાજ લગાવી શકો છો કે માતા કેટલી બહાદુર હોય છે અને સાથે જ તે ખૂબ જ દયાળુ પણ હોય છે. દરેક માતા ઈચ્છે છે કે તેના બાળકો સુરક્ષિત રહે અને તેમને ક્યારેય કોઈ નુકસાન ન પહોંચે. તે દરેક મુશ્કેલીથી તેમની રક્ષા કરે છે અને માતાનું આ સ્વરૂપ માત્ર મનુષ્યોમાં જ નહીં, પરંતુ તમામ પ્રકારના પ્રાણીઓમાં જોવા મળે છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક માતા પોતાના બાળકોને વરસાદથી બચાવી રહી છે.

વાયરલ થઈ રહેલો આ વીડિયો એક મરઘીનો છે, જે પોતાના બાળકોને વરસાદથી બચાવી રહી છે. આ એક ખૂબ જ ઈમોશનલ વીડિયો છે, જેને જોઈને તમે ચોક્કસ ઈમોશનલ થયા વગર થઈ જશો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરસાદ પડી રહ્યો છે અને મરઘી તે વરસાદમાં ભિંજાઈ થઈ રહી છે, પરંતુ તેના બાળકોને ભીના થવાથી બચાવવા માટે તે તેમને તેની પાંખો નીચે છુપાવી લે છે. આ અબોલ પ્રાણી પોતે ભીનું થઈ ગયું, પરંતુ તેના બાળકોને સહેજ પણ ભીનું થવા દીધું નથી.

માત્ર 6 સેકન્ડનો આ વીડિયો જોવા માટે ભલે નાનો હોય, પરંતુ માતાના સમર્પણ અને પ્રેમને વ્યક્ત કરવા માટે તે પૂરતો છે. ઓફિસર ડૉ. એમ.વી. રાવે આ વીડિયો પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો. હૃદય સ્પર્શી આ વીડિયોને અત્યાર સુધીમાં 9 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે આ વીડિયોને સેંકડો લોકોએ લાઈક પણ કર્યો છે. સાથે જ ઘણા લોકોએ શાનદાર કમેન્ટ્સ પણ કરી છે.

આ પણ વાંચો –

શું તમે ક્યારેય ગુલાબ જામુન સમોસા જોયા છે? સોશિયલ મીડિયા પર રેસીપીનો વીડિયો વાયરલ

આ પણ વાંચો –

ચમત્કાર: અંતિમ સંસ્કાર થાય તે પહેલા જ જીવતો થયો આ વ્યક્તિ! સ્મશાનમાં આવેલા લોકોના હોંશ ઉડી ગયા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati